હોબાર્ટઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022ની (T20 World Cup 2022 ) મેચમાં આજે આયર્લેન્ડની ટીમ સ્કોટલેન્ડ (Ireland vs Scotland T20 World Cup) સાથે રમી રહી હતી. સ્કોટલેન્ડ ટીમના કેપ્ટન રિચી બેરિંગટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને 176 રન બનાવ્યા હતા. 177 રનના જવાબમાં આયર્લેન્ડે 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા.
વર્લ્ડ કપમાં જીતનું ખાતું ખોલ્યું: કર્ટિસ કેમ્ફરે ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે જ્યોર્જ ડોકરેલે તેને અંત સુધી સાથ આપ્યો હતો. બંનેએ 9.3 ઓવરમાં 119 રનની અણનમ ભાગીદારી કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી અને વર્લ્ડ કપમાં જીતનું ખાતું ખોલ્યું હતું. કર્ટિસ કેન્ફરે 32 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા.
ટીમનો સ્કોર: આ પહેલા ઓપનર માઈકલ જોન્સ અને કેપ્ટન રિચી બેરિંગટને શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 176 સુધી પહોંચાડ્યો હતો. અગાઉ સ્કોટલેન્ડે મજબૂત શરૂઆત કરી હતી અને પાવર પ્લેમાં એક વિકેટના નુકસાને 39 રન બનાવ્યા હતા. જ્યોર્જ મુન્સી 1 રન, મેથ્યુ ક્રોસ 21 બોલમાં 28 રન અને રિચી બેરિંગટન 27 બોલમાં 37 રન બનાવીને આઉટ થયા હતા. ઓપનર માઈકલ જોન્સે 55 બોલમાં 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આ મેચમા નિરાશા હાંસલ: પ્રથમ રાઉન્ડના ગ્રુપ બી માટે રમાઈ રહેલી 7મી મેચમાં આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ આમને-સામને હતા. આ ડે-નાઈટ મેચ હોબાર્ટમાં રમાઈ હતી. દિવસ પછી હોબાર્ટમાં રમાયેલી આ મેચમાં, બંને દેશોની ટીમો પોતપોતાની તરફથી જીતવા માટે સખત પ્રયાસ કરી રહી હતી. આયર્લેન્ડની ટીમ તેની પ્રથમ મેચ હારી ગઈ હતી. એટલા માટે તે જીતની શોધમાં હતો, સ્કોટલેન્ડની ટીમ તેની પ્રથમ મેચ જીત્યા બાદ ઉત્સાહિત હતી, પરંતુ આ મેચમા નિરાશા હાંસલ થઈ છે.
હારનો સામનો: આયર્લેન્ડની ટીમને ઝિમ્બાબ્વે સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તો સ્કોટલેન્ડની ટીમે બે વખતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ વેસ્ટ ઈન્ડિઝને 42 રને હરાવીને ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી.
આયર્લેન્ડની ટીમ: એન્ડી બાલ્બિર્ની (સી), પોલ સ્ટર્લિંગ (વીસી), માર્ક અડાયર, કર્ટિસ કેમ્પર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, ફિયોના હેન્ડ, ગ્રેહામ હ્યુમ, જોશ લિટલ, બેરી મેકકાર્થી, કોનોર ઓલ્ફર્ટ, સિમી સિંઘ, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર).
સ્કોટલેન્ડની ટીમ: રિચી બેરિંગ્ટન (સી), મેથ્યુ ક્રોસ (વીસી અને ડબલ્યુકે), જોશ ડેવી, ક્રિસ ગ્રીવ્સ, હમઝા તાહિર, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, કેલમ મેકલિયોડ, બ્રેન્ડન મેકમુલન, જ્યોર્જ મુન્સે, સફયાન શરીફમ, ક્રિસ સોલ, ક્રેગ વોલેસ (ડબ્લ્યુકે) ), માર્ક વોટ્સ, બ્રાડ વ્હીલ્સ.