ETV Bharat / sports

Rinku Singh-yash Dayal: કોણ છે ગુજરાતનો બોલર યશ દયાલ, જેની ઓવરમાં રિંકુએ મેચનું પાસુ પલટાવ્યું -

IPLમાં દર વર્ષે મોટા રેકોર્ડ બનતા અને તૂટતા જોવા મળે છે. આવી સ્થિતિમાં આ વર્ષે અત્યાર સુધી જો કંઇક મોટું થયું હોય તો તે છે રિંકુ સિંહની છેલ્લી ઓવરમાં 5 સિક્સર. પણ જે બોલરને આ છક્કા પડ્યા એના વિશે પણ ચર્ચા થઈ રહી છે, કે કોણ છે યશ દયાલ, જેને રિંકુ સિંહે 5 સિક્સ મારીને પથારી ફેરવી દીધી.

Rinku Singh-yash Dayal: કોણ છે યશ દયાલ, જેને રિંકુ સિંહે 5 સિક્સ મારીને પથારી ફેરવી દીધી

author img

By

Published : Apr 10, 2023, 1:38 PM IST

Updated : Apr 10, 2023, 1:59 PM IST

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની અત્યાર સુધીની સૌથી રસપ્રદ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટાઇટન્સે KKR સામે 205 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો, જેનો પીછો કોલકાતા માટે રિંકુ સિંહે છેલ્લા બોલે સિક્સર ફટકારીને કર્યો હતો.

અંતિમ 5 બોલમાં જીતવા માટે 28 રનની જરૂર: મેચ નાઈટ રાઈડર્સના હાથમાંથી લગભગ નીકળી ગઈ હતી. તેમને અંતિમ 5 બોલમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં રિંકુ સિંહે એક ચમત્કાર કર્યો અને 5 બોલમાં 5 સિક્સર ફટકારીને ટીમને મેચ જીતી લીધી. રિંકુએ પોતાનું નામ જોરદાર રીતે બનાવ્યું છે, હવે આ ઇનિંગ પછી લગભગ બધા તેને ઓળખે છે. પરંતુ શું તમે યશ દયાલને જાણો છો જેમની છેલ્લી ઓવરમાં રિંકુએ 5 સિક્સ ફટકારી હતી? જો નહીં, તો ચાલો આપણે તેમના વિશે થોડી વિગતવાર માહિતી આપીએ.

Ipl 2023 records: T20 ક્રિકેટમાં આજ સુધી આવું નથી બન્યું, KKRને જીતાડનાર રિંકુ સિંહે બનાવ્યો રેકોર્ડ

કોણ છે યશ દયાલ? જે બોલરને આ છક્કા પડ્યા એના વિશે પણ ચર્ચા થઈ રહી છે, કે કોણ છે યશ દયાલ, જેને રિંકુ સિંહે 5 સિક્સ મારીને પથારી ફેરવી દીધી. પહેલી જ સિઝનમાં, યશે 9 મેચમાં 11 વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યા, ત્યારબાદ તેને બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. નોંધપાત્ર રીતે, IPL 2023 અત્યાર સુધી તેના માટે એટલું સુખદ રહ્યું નથી. જણાવી દઈએ કે યશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. તે યુપી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. સાથે જ તેમના પિતા ચંદ્રપાલ પણ તેમના સમયમાં ફાસ્ટ બોલર હતા.

Shikhar Dhawan Statement: પહેલી જ મેચ હાર્યા બાદ કેપ્ટન ધવનનું છટક્યુ, પંજાબની હારનો આરોપ આમના પર લગાવ્યો

રિંકુ અને યશ વચ્ચે ખાસ સંબંધ: ખરેખર, રિંકુ સિંહ અને યશ દયાલ બંને સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. બંને ટીમના સાથી પણ છે. તો રિંકુએ તેના માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેના પર તે જીતની ખુશી વ્યક્ત કરી હતી. યશ દયાલે પણ આ જ પોસ્ટ પર કમેન્ટ કરી અને રિંકુને મોટો ખેલાડી ગણાવ્યો, જેના પર રિંકુએ પણ પ્રતિક્રિયા આપી. યશની આ કમેન્ટ જોઈને લાગે છે કે બંને વચ્ચે સારું બોન્ડિંગ છે.

Last Updated : Apr 10, 2023, 1:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.