અમદાવાદ: છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ચોગ્ગા-છક્કાની રમઝટ આજે અંતે પૂર્ણ થશે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે સાંજે 7:30 કલાકે TATA 2020ની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આ અંતિમ IPL મેચ હોવાથી મોટી સંખ્યામાં સપોર્ટ કરવા માટે પહોંચ્યા છે.
બોલિંગ અને બેટિંગ ટક્કર: ગુજરાત ટાઇટન્સ બોલીંગમાં જ્યારે ચેન્નઇ સુપરકિંગ્સ બેટિંગમાં મજબૂત જોવા મળી રહી છે. જેના કારણે ખૂબ જ રસપ્રદ ફાઈનલ મેચ થાય તેવું દર્શકો માની રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી કોનવે, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે સહિતના ફોર્મમાં જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુથી ગુજરાત ટાઇન્ટ્સ તરફથી માત્ર શુભમન ગિલ પોતાના બેસ્ટ પર્ફોમન્સ આપી રહ્યો છે. બોલિંગ વર્તમાન IPL સીઝનમાં સૌથી 3 સફળ બોલિંગમાં ત્રણેય ગુજરત ટાઇન્ટ્સ બોલર છે.
ધોનીને સપોર્ટ કરવા લોકો પહોંચ્યા: TATA IPL 2023 ની પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાઈ છે. છેલ્લી મેચ પણ ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ રહી છે જે એક અનોખો સંયોગ પણ ઊભો થયો છે. ભલે ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડમાં આ મેચ રમી રહ્યું છે પરંતુ દર્શકોને મોટાભાગે ચેન્નાઈ સુપર કિંગ્સની ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. જે સ્પષ્ટ જોવા મળે છે કે જેને ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમી રહ્યું ના હોય પરંતુ પોતાના હોમગ્રાઉન્ડનો જ અનુભવ કરી રહ્યું હશે.
ધોનીને ટ્રોફી સાથે વિદાય આપવાની ઇચ્છા: ભારતના સૌથી સફળ મહેન્દ્રસિંહ ધોની તે IPLના પણ સૌથી સફળ કપ્તાન છે. સૌથી વધુ પ્લે ઓફમાં પહોંચનાર ટીમ પણ ચેન્નાઇ સુપરકિંગ્સ છે. અત્યાર સુધી 14 વખત પ્લે ઓફમાં પહોંચી છે જેમાંથી 4 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ચેન્નાઇ સુપરકિંગ્સ ધોનીને પાંચમી ટ્રોફી અપાવીને વિદાય આપવાનો પ્રયાસ કરશે. જ્યારે ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરવાનો પ્રયત્ન કરશે.
ટોસ મહત્વપૂર્ણ: આજની મેચને લઈને ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બોલીગ પસંદ કરશે જેથી આજની મેચમાં હાઈ સ્કોર મેચ પણ જોવા મળી શકે છે. પીચમાં બાઉન્સ જોવા મળી આવે છે. પ્રથમ બેટિંગ કરનાર ઓછામાં ઓછો 200 સ્કોર કરવો પડશે.