મુંબઈઃ TATA IPL 2023ની 69મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતીને રોહિત શર્માની ટીમ મુંબઈને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવા આ મેચ જીતવું જરુરી હતું. આ સિઝનમાં, મુંબઈ અત્યાર સુધી રમાયેલી 14 મેચમાંથી 8 જીતીને 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં નંબરે છે.
સનરાઇઝર્સ તરફથી સૌથી વધુ મયંક અગ્રવાલના 83 રન: પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ તરફથી મયંક અગ્રવાલે 83 અને વિવંત શર્માએ 69 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. મયંકે 46 બોલ રમીને 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, વિવંત શર્માએ 47 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. SRHનો કેપ્ટન એડન માર્કરામ 13 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આકાશ મધવાલે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય ક્રિસ જોર્ડને એક વિકેટ લીધી હતી. હવે મુંબઈ 201 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરશે.
કેમરુન ગ્રીનનું શતક: પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવરમાં 2 વિકેટ પર 201 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધું રન કેમરુન ગ્રીને 100 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર 56 રન બનાવ્યા હતા.
RCBનો નેટ રન રેટ મુંબઈ ઈન્ડિયન્સ કરતા વધુ: જો મુંબઈ આજની મેચ જીતી જશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી જશે. કારણ કે IPLની 70મી મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે. જો RCB આ મેચ જીતશે તો RCBને મુંબઈની જગ્યાએ પ્લેઓફમાં એન્ટ્રી મળશે. કારણ કે RCBનો નેટ રન રેટ મુંબઈ ઈન્ડિયન્સ કરતા વધુ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, વિવંત શર્મા, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર, નીતિશ રેડ્ડી, ઉમરાન મલિક.
સનરાઇઝર્સ હૈદરાબાદ ઇમ્પેક્ટ પ્લેયર્સ: મયંક માર્કંડે, રાહુલ ત્રિપાઠી, અબ્દુલ સમદ, કાર્તિક ત્યાગી, અકીલ હુસૈન
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન
ઈશાન કિશન (wk), રોહિત શર્મા (c), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ.
મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ: રમનદીપ સિંહ, વિષ્ણુ વિનોદ. ટ્રિસ્ટન સ્ટબ્સ, તિલક વર્મા, સંદીપ વોરિયર.
આ પણ વાંચો: