- સૂર્યકુમાર યાદવે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
- સૂર્યકુમારે 36 બોલમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા
- સૂર્યકુમારે 7મી વખત 50થી વધુ રન બનાવ્યા
આ પણ વાંચોઃ ભારતીય પુરુષ હોકી ટીમ FIH રેન્કિંગમાં એક સ્થાન નીચે સરકી ગઈ
ન્યૂઝ ડેસ્કઃ KKR સામે મુંબઈના સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમારે 36 બોલમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે 56 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી ત્રીજા ક્રમાંકે બેટિંગ કરતા તેણે 7મી વખત 50થી વધુ રન બનાવ્યા છે. હવે સૂર્યકુમારે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિતે મુંબઈ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા અત્યાર સુધી 6 વખત 50થી વધારે સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચોઃ IPL 2021: દિપક હૂડાની જેમ ભયમુક્ત થઈ બેસ્ટ્મેનો બેટિંગ કરેઃ કે. એલ. રાહુલ
આન્દ્રે રસેલે 2 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી
મુંબઈ સામે KKRના બેટ્સમેન નીતિશ રાણા અને બોલર આન્દ્રે રસેલે પણ સારું પ્રદર્શન કર્યું હતું. નીતિશ રાણાએ અડધી સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા, પરંતુ પોતાની ટીમને જીત અપાવવામાં સફળ ન થયા. જ્યારે આન્દ્રે રસેલની બોલિંગ ઘાતક રહી હતી. રસેલે 2 ઓવરમાં 15 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.