નવી દિલ્હી: ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરાઓની અપેક્ષા રાખી રહ્યા છે, જેમની પસંદગીની બાબતોમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના શબ્દો પર ઘણું ધ્યાન આપવામાં આવશે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, ટેસ્ટ અને ODI સુકાની રોહિત શર્માની સાથે હજુ પણ T20 ટીમની યોજનામાં છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાંથી સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ સિનિયર ખેલાડીઓને તબક્કાવાર બહાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેને લઈને શાસ્ત્રીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.
"મને લાગે છે કે, પસંદગીકારો ટીમમાં નવા ખેલાડીઓને તક આપશે. આ નવા યુવાનોમાં ઘણી પ્રતિભા છે. અમે આ વર્ષની IPLમાં કેટલીક મહાન પ્રતિભાઓ જોઈ છે. તે સંપૂર્ણપણે નવી ટીમ નહીં હોય પરંતુ તેમાં ઘણા નવા ચહેરા હશે. હાર્દિક ટી20 ફોર્મેટમાં ભારતનો કેપ્ટન છે. જો ફિટનેસની કોઈ સમસ્યા નહીં હોય તો તે ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ફરીથી 2007 T20 વર્લ્ડ કપના માર્ગ પર ચાલશે. તેઓ પ્રતિભા શોધી શકશે અને તેમની પાસે વિકલ્પોની કોઈ કમી રહેશે નહીં. IPL ટીમોની કેપ્ટનશીપ કરી ચૂકેલા ખેલાડીઓ માટે પણ વિકલ્પ હશે. આવા કોઈ મેનેજમેન્ટની વ્યવસ્થા નથી.ખેલાડીને રેસ્ટ પણ મળશે"-- રવિ શાસ્ત્રી
શાસ્ત્રીએ કહ્યું કે હાર્દિક સાથે સારી વાત એ છે કે તેની સાથે વર્કલોડ મેનેજમેન્ટની કોઈ સમસ્યા નથી. કમરની સર્જરી બાદ હાર્દિક ટેસ્ટ મેચ રમી રહ્યો નથી. શાસ્ત્રીએ કહ્યું કે હાલમાં હાર્દિક સાથે વર્કલોડ મેનેજમેન્ટની કોઈ સમસ્યા નથી. IPL અને ODI વર્લ્ડ કપ વચ્ચે ભારતીય ટીમ માત્ર ચાર-પાંચ (મર્યાદિત ઓવરની મેચ) જ રમશે. તે ટેસ્ટ ટીમનો ભાગ નથી. ટેસ્ટ શ્રેણી દરમિયાન હાર્દિકને આરામ કરવાની તક મળશે.