ETV Bharat / sports

PKBS Raj Angad Bawa Injured: પંજાબ કિંગ્સમાં મોટો ફેરફાર, 2 કરોડ બેટ્સમેનના સ્થાને 20 લાખનો ઓલરાઉન્ડર -

IPLની 8મી મેચ પહેલા પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત રાજ અંગદ બાવા સમગ્ર આઈપીએલ સીઝન માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યા એક યુવા ઓલરાઉન્ડરે લીધી છે.

PKBS Raj Angad Bawa Injured: પંજાબ કિંગ્સમાં મોટો ફેરફાર, 2 કરોડ બેટ્સમેનના સ્થાને 20 લાખનો ઓલરાઉન્ડર

author img

By

Published : Apr 6, 2023, 10:20 AM IST

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે 5 એપ્રિલે ગુવાહાટીમાં સાંજે 7.30 વાગ્યાથી મેચ રમાશે. IPL 2023ની આ સિઝનમાં બંને ટીમો પોતાની બીજી મેચ રમશે. પરંતુ આ પહેલા કેપ્ટન શિખર ધવનના પંજાબ કિંગ્સ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પંજાબના ડેશિંગ બેટ્સમેન રાજ અંગદ બાવાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. રાજ અંગદની ઇજાને કારણે ફ્રેન્ચાઇઝીએ તેને છોડવો પડ્યો હતો. હવે રાજ અંગદની જગ્યાએ યુવા ખેલાડી ગુરનૂર સિંહ બ્રારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Anil Kumble praises Sai Sudarshan: જાણો શા માટે અનિલ કુંબલેએ ગુજરાત ટાઇટન્સ સાઈ સુદર્શનની પ્રશંસા કરી

પંજાબ કિંગ્સે ડેશિંગ બેટ્સમેન રાજ અંગદ બાવાને ખભાની ઈજાના કારણે બુધવાર, 5 એપ્રિલે ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝીએ લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચીને રાજ અંગદને ખરીદ્યો હતો. પરંતુ હવે તેની ઈજાના કારણે ટીમે આવો નિર્ણય લેવો પડ્યો. હવે તેના સ્થાને પંજાબે 22 વર્ષીય ગુરનૂર સિંહ બ્રારને ટીમમાં જગ્યા આપી છે, જેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુરનૂર સિંહ IPLની આ સિઝનમાં રમતા જોવા મળશે. ગયા વર્ષે, IPL 2022 માં પંજાબ કિંગ્સ માટે રમતી વખતે, રાજ અંગદને ખભામાં ઈજા થઈ હતી, જેમાંથી રાજ અંગદ હજુ બહાર આવ્યો નથી. આ કારણે તેણે હવે મેદાનથી દૂર રહેવું પડશે.

રાજ અંગદની કારકિર્દી: રાજ અંગદ ગયા વર્ષે 2022માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો. તે દરમિયાન જુનિયર ભારતીય ટીમનું સુકાની યશ ધુલ સંભાળતા હતા. આ પછી ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો. રાજ અંગદે આ વર્લ્ડ કપમાં 6 મેચ રમી હતી. 6 મેચની 5 ઇનિંગ્સમાં 63ની એવરેજથી 19 ફોર અને 10 સિક્સર વડે 252 રન બનાવ્યા. રાજે આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ સદી ફટકારી હતી.

આ પણ વાંચો Sai Sudarshan Vijay Shankar Interview: આ ખેલાડી ગુજરાત માટે બન્યો ધુરંધર, હારી ગયેલી મેચને જીતમાં બદલી

ડાબોડી બેટ્સમેન ગુરનૂરની કારકિર્દી: રાજ અંગદ છેલ્લી IPL 2022માં પંજાબ કિંગ્સ માટે માત્ર બે મેચ રમી શક્યો હતો. આ પછી તે ઘાયલ થયો હતો. ડાબોડી બેટ્સમેન ગુરનૂર પંજાબ તરફથી IPL 2022માં ડેબ્યૂ કર્યું હતું. ગુરનૂરે પાંચ ફર્સ્ટ ક્લાસ મેચમાં 107 રન બનાવવા ઉપરાંત સાત વિકેટ ઝડપી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.