- દિલ્હી કેપિટલ્સનો સામનો દુબઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો
- કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
- હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને આપ્યો 135 રનનો લક્ષ્યાંક
દુબઈ: IPL 2021 ની 33 મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો દુબઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરે દિલ્હી કેપિટલ્સની ટીમમાં વાપસી કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 134/9 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ડેવિડ વોર્નર ખાતું ખોલાવ્યા વિના જ પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રિદ્ધિમાન સાહાએ 18 રનની ઇનિંગ રમી હતી અને પાંચમી ઓવરમાં 29 રને આઉટ થતાં ટીમને બીજો ફટકો પડ્યો હતો.
આ પણ વાંચો: ICCએ મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમની મિતાલી રાજ પ્રથમ સ્થાને
જેસન હોલ્ડર માત્ર 10 રન કર્યા બાદ આઉટ થયો
પાવરપ્લેની 6 ઓવર બાદ સ્કોર 32/2 હતો. 10 મી ઓવરમાં 60 પર કેપ્ટન કેન વિલિયમસન 26 બોલમાં 18 રનની ધીમી ઇનિંગ્સ રમ્યા બાદ આઉટ થયો હતો અને આ પછી મનીષ પાંડે પણ 11 મી ઓવરના પહેલા બોલ પર 61 ના સ્કોર પર 17 રન બનાવી આઉટ થયો હતો. કેદાર જાધવ પણ 13 મી ઓવરમાં 74 ના સ્કોર પર માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. 16 મી ઓવરમાં 90 ના સ્કોર પર જેસન હોલ્ડર પણ માત્ર 10 રન કર્યા બાદ આઉટ થયો હતો.
આ પણ વાંચો: IPL ફેઝ-2માં પણ કોરોનાનો પગપેસારો, હૈદરાબાદનો આ ઘાતક બોલર આવ્યો કોરોના પોઝિટિવ
કાગિસો રબાડાએ ત્રણ અને એનરિક નોર્ટજે અને અક્ષર પટેલે બે -બે વિકેટ લીધી
સનરાઇઝર્સ હૈદરાબાદે 17 મી ઓવરમાં 100 નો આંકડો પાર કર્યો હતો. અબ્દુલ સમાદે 28 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી પરંતુ તે પણ 19 મી ઓવરમાં 115 રન બનાવી આઉટ થયો હતો. રાશિદ ખાને 22 રન બનાવ્યા હતા અને છેલ્લી ઓવરમાં 133 રન બનાવી આઉટ થયા હતા. સંદીપ શર્મા ખાતું ખોલાવ્યા વગર છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો અને ભુવનેશ્વર કુમાર 5 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી કાગિસો રબાડાએ ત્રણ અને એનરિક નોર્ટજે અને અક્ષર પટેલે બે -બે વિકેટ લીધી હતી.