ETV Bharat / sports

રોમાંચક તબક્કામાં પ્રવેશી IPL-2021, આ 3 દિવસે નહીં રમાય એકપણ મેચ

author img

By

Published : Oct 6, 2021, 1:03 PM IST

ઇન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ અત્યારે ચાલી રહ્યો છે. હવે લીગ ચરણ પોતાના અંતિમ તબક્કામાં છે અને ટીમો પ્લેઑફમાં જવા માટે સતત જોર લગાવી રહી છે. 8માંથી 4 ટીમો આગળની સફર માટે નીકળશે, જેમાંથી એક ટીમ ટ્રોફી જીતશે.

IPL-2021: આ 3 દિવસે નહીં રમાય એકપણ મેચ
IPL-2021: આ 3 દિવસે નહીં રમાય એકપણ મેચ

  • 15 ઑક્ટોબરના 2 ટોપની ટીમો ટ્રોફી માટે સામસામે ટકરાશે
  • IPLની અંતિમ લીગ મેચ 8 ઑક્ટોબરના રમાશે
  • 8 ઑક્ટોબરના એક જ સમયે 2 મેચો હશે

હૈદરાબાદ: IPL 2021માં લીગ પોતાના અંતિમ તબક્કામાં છે. તમામ ટીમો પ્લે ઑફમાં જવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. આવામાં 4 ટીમો આગળની સફર માટે નીકળી જશે, જેમાંથી એક ટીમ ખિતાબ જીતશે.

2022ની IPLમાં ટકરાશે 10 ટીમો

ઉલ્લેખનીય છે કે IPLથી બહાર થયેલી 4 ટીમોની સફર ખત્મ થઈ જશે અને આ ટીમો આગામી વર્ષે શરૂ થનારી IPL માટે તૈયારી શરૂ કરી દેશે. અહીં સૌથી ખાસ વાત એ છે કે આ 8 ટીમોની આ અંતિમ IPL છે. ત્યારબાદ IPL 2022માં 10 ટીમો રમતી જોવા મળશે.

15 ઑક્ટોબરના ફાઇનલ રમાશે

આગામી વર્ષે IPLમાં ટીમો ઘણી જ બદલાયેલી જોવા મળશે. આ દરમિયાન સપ્ટેમ્બર એટલે કે જે દિવસે IPL ફેઝ-2ની પહેલી મેચ રમાઈ હતી ત્યારબાદથી સતત IPLની મેચ થઈ રહી છે. રોજ 1 અથવા 2 મેચો રમાઈ રહી છે, પરંતુ હવે 3 દિવસો એવા આવનારા છે, જ્યારે IPLની કોઈપણ મેચ નહીં રમાશે. આમ તો IPL મેચો 2 અથવા 3 મહિના ચાલે છે, પરંતુ આ વખતે કેમકે 2 ફેઝમાં મેચો થઈ છે. આ કારણે બીજો ફેઝ લગભગ એક જ મહિનાનો છે. 19 સપ્ટેમ્બરના પહેલી મેચ થઈ હતી અને 15 ઑક્ટોબરના ફાઇનલ થઈ જશે.

IPLમાં મેચ ન હોય એવો હવે એકપણ દિવસ નહીં હોય

IPL દરમિયાન ક્રિકેટ ફેન્સનો સંપૂર્ણ પ્રયત્ન હોય છે કે તેઓ તમામ મેચોનો આનંદ લે, પછી ભલે તે ટીવી પર હોય અથવા પછી મોબાઇલ પર. સતત મેચ બાદ જ્યારે એક-બે દિવસ એવા આવે છે, જ્યારે મેચ નથી થતી તો ઘણો સૂમસામ દિવસ આવે છે. જો કે IPL ખત્મ પણ નથી થઈ હોતી અને મેચ પણ નથી હોતી એ સમયે IPL ફેન્સને થોડી અકળામણ થાય છે, પરંતુ આગામી IPLમાં એવો એકપણ દિવસ નહીં હોય જ્યારે મેચ ન હોય.

IPLના 14 વર્ષના ઇતિહાસમાં એક સમયે એક જ દિવસે 2 મેચ હશે

ઉલ્લેખનીય છે કે, IPLની અંતિમ લીગ મેચ 8 ઑક્ટોબરના રમાશે. એ દિવસે એક સાથે એક જ સમયે 2 મેચ થશે. IPLના 14 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે, જ્યારે એક સાથે 2 મેચ રમાતી હશે. જો કે એ દિવસે દર્શકો માટે એ મુંઝવણ રહેશે કે કઈ મેચ જોવી અને કઈ મેચ છોડવી. 8 ઑક્ટોબરના સાંજે 7 વાગ્યાથી કેન વિલિયમ્સનની કપ્તાનીવાળી સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રોહિત શર્માની કેપ્ટનશિપવાળી મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે. આ સાથે જ વિરાટ કોહલીની આગેવાનીવાળી RCBનો મુકબાલો ઋષભ પંતની કેપ્ટનશિપવાળી દિલ્હી કેપિટલ્સ સાથે થશે. આવામાં સંપૂર્ણ સંભાવના છે કે આ બંને મેચો બાદ એ નક્કી થશે કે IPLના પ્લે ઑફમાં પહોંચનારી 4 ટીમો કઈ હશે.

હવે તબક્કાવાર રીતે જાણીએ કે આખરે મેચ ક્યારે નહીં થાય

IPLમાં લીગ તબક્કાના સમાપન બાદ એલીમિનેટર અને ક્વોલિફાયર મેચ થશે. આ દરમિયાન એક દિવસની ગેપ હશે. એટલે કે 9 ઑક્ટોબરના એક પણ મેચ નહીં થાય.

10 ઑક્ટોબરના પહેલી ક્વોલિફાયર રમાશે. ત્યારબાદ 11 ઑક્ટોબરના એલિમિનેટર મેચ થશે.

12 ઑક્ટોબરના ફરી એ દિવસ હશે, જ્યારે કોઈ પણ મેચ નહીં હોય. ત્યારબાદ 13 ઑક્ટોબરના ક્વોલિફાયર 2 હશે.

14 ઑક્ટોબરના ફરી કોઈ મેચ નહીં હોય અને 15 ઑક્ટોબરના 2 ટોપની ટીમો ટ્રોફી માટે સામસામે હશે.

એ જ દિવસે રાત્રે લગભગ સાડા 11 વાગ્યે આપણને જાણવા મળશે કે IPL 14નું વિજેતા કોણ હશે.

આ રીતે જોઇએ તો 9 ઑક્ટોબર, 12 ઑક્ટોબર અને 14 ઑક્ટોબર 3 દિવસ કોઈપણ મેચ નહીં થાય.

આ પણ વાંચો: IPL 2021: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર

આ પણ વાંચો: IPL 2021 : મુંબઈનું ધમાકેદાર પ્રદર્શન, રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે કચડ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.