- IPLની રવિવારે બે મેચ રમાઈ
- RCB એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું
- મુંબઈએ પોતાનું સ્થાનથી નીચે આવી
ન્યૂઝ ડેસ્ક :ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માં રવિવારે (26 સપ્ટેમ્બર) બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ નજીકની મેચમાં છેલ્લા બોલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બે વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મુંબઈ ઈન્ડિયન્સને 54 રનથી હરાવ્યું હતું.
RCB પોતના સ્થાને સ્થિર
તમને જણાવી દઈએ કે, RCB એ આ મોટી જીત સાથે પોઈન્ટ ટેબલમાં પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોહિત શર્માની કેપ્ટન શીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સાતમા સ્થાને સરકીને આવી ગઈ છે.
આટલી ટીમ્સના પોઈન્ટ સરખા
મુંબઈ ઈન્ડિયન્સ, કેકેઆર, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તમામના 8 (આઠ) પોઈન્ટ પર છે પરંતુ નેટ રન રેટમાં પાછળ રહેવાની બાબતમાં મુંબઈ ઇન્ડિયન્સ બાકીની ત્રણ ટીમોથી નીચે છે.
CSK એ ફરી પોતાનું સ્થાન જાળવી રાખ્યું
CSK એ ફરી એકવાર KKRને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું અને દિલ્હી કેપિટલ્સને બીજા સ્થાને ધકેલી દીધું. બંનેએ પ્રથમ 10 મેચમાં આઠ મેચ જીતી છે.
આ પણ વાંચોઃ IPL 2021માં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર
આ પણ વાંચોઃ ધોનીની ટીમના ધાકડ ઑલરાઉન્ડરે સંન્યાસની કરી જાહેરાત, કોહલીને અનેકવાર કરી ચૂક્યો છે આઉટ