- પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ 2 એવી ટીમ છે, જેની પાસે શાનદાર બેટ્સમેનની લાંબી યાદી છે
- બંને ટીમ પાસે અહીં મંગળવારે મેચ જીતીને પોઈન્ટ મેળવી ચોથા સ્થાન પર પહોંચવાની તક છે
- લોકેશ રાહુલની આગેવાનીમાં પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે
દુબઈઃ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ 2 એવી ટીમ છે, જેની પાસે શાનદાર બેટ્સમેનની લાંબી યાદી છે. બંને ટીમ પાસે અહીં મંગળવારે મેચ જીતીને પોઈન્ટ મેળવી ચોથા સ્થાન પર પહોંચવાની તક છે. લોકેશ રાહુલની આગેવાનીમાં પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે સંજુ સેમસનની આગેવાનીવાળી રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાન પર છે.
આ પણ વાંચો- કોહલીની કેપ્ટનશીપથી નાખુશ હતા ઈન્ડિય ક્રિકેટ ટીમ મેમ્બર્સ
રોયલ્સને જોસ બટલરની ગેરહાજરી જરૂર ખટકશે
ક્રિકેટ પંડિતોની માનીએ તો, ફેન્સ માટે હવે ખૂબ જ મજાની વાત છે. કારણ કે, બંને ટીમમાં ધૂરંધર બેટ્સમેનોની યાદી છે. એવિન લુઈસ અને લિયામ લિવિંગસ્ટોનની તાકાતવર બેટ્સમેનનો મુકાબલો ક્રિસ ગેઈલની તાકાત અને કેપ્ટન કે. એલ. રાહુલની રણનીતિથી થશે. રોયલ્સને જોસ બટલરની ગેરહાજરી જરૂર ખટકશે. જ્યારે લુઈસની ટીમમાં આવવાથી ટીમના બેટ્સમેનમાં મજબૂતી મળશે. લિવિંગસ્ટોન છેલ્લા કેટલાક વર્ષોથી મેચના સૌથી નાના ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. તે ધ ઈન્ડ્રેડમાં શાનદાર પ્રદર્શન પછી દુબઈ આવી રહ્યો છે. સંભાવના છે કે, તે મંગળવારે વેસ્ટ ઈન્ડીઝના લુઈસની સાથે ઓપનિંગ કરી શકે છે.
આ પણ વાંચો- સુરતની 7 સિનિયર મહિલા ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી.
પંજાબે ગેઈલનો એક વીડિયો શેર કરી વિપક્ષની ટીમને આપી હતી ચેતવણી
જો બંને પાવરપ્લેની ઓવરમાં રોયલ્સને વિસ્ફોટક શરૂઆત આપવામાં સફળ થાય છે. તો કેપ્ટન સંજુ સેમસન માટે ઈનિંગને આગળ વધારવામાં વધુ મદદ મળશે. ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે તે ભૂલવું ન જોઈએ. તે આ IPL સિઝન (14)માં બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ છે. તો પંજાબ માટે ક્રિસ ગેઈલની સાથે રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરે તેવી શક્યતા છે. સોમવારે પંજાબે ગેઈલને નેટ્સમાં પસીનો પાડતો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેનાથી વિપક્ષી ટીમને સ્પષ્ટ ચેતવણી આપી છે. આ ગેઈલની પંજાબ માટે 40મી મેચ હશે.
સેમસનની ટીમ 12 તો રાહુલની ટીમ 10 વખત જીતી છે
ઝાઈ રિચર્ડસન અને રિલે મેરેડિથે IPLના બીજા તબક્કામાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ પંજાબની બોલિંગ થોડી કમજોર જોવા મળી રહી છે. રોયલ્સ અને પંજાબ 22 વખત સામસામે ટકરાઈ ચૂક્યા છે. સેમસનની ટીમ 12 વખત જીતી ચૂકી છે. જ્યારે રાહુલની ટીમ 10 વખત જીતી છે.