નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL mini auction 2023) હરાજી 2023 (IPL Auction 2023) 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. આ હરાજીમાં 405 ખેલાડીઓ (405 cricketers are going to be auctioned) બોલી લગાવશે. લગભગ તમામ ટીમો હરાજી માટે પોતપોતાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. આ હરાજીમાં ઘણા યુવા ખેલાડીઓ સામેલ થશે, જેના પર ટીમની નજર રહેશે.
IPLના શરુ થયાના 2 મહિના પહેલા જ જન્મ થયો હતો: ભલે આ હરાજીમાં તમામ સ્પોટલાઈટ વિશ્વના ટોચના ઓલરાઉન્ડર ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન પર રહેશે, પરંતુ તમામની નજર 15 વર્ષીય અલ્લાહ મોહમ્મદ ગઝનફર પર રહેશે. અલ્લાહ ગઝનફર આ હરાજીમાં સૌથી યુવા ખેલાડી છે. અફઘાનિસ્તાનનો આ ખેલાડી એટલો નાનો છે કે, તેનો જન્મ IPLના શરુ થયાના 2 મહિના પહેલા જ જન્મ થયો હતો. એટલે કે 13 સપ્ટેમ્બર 2007ના રોજ જ્યારે IPL શરૂ થઈ ત્યારે 15 જુલાઈ 2007ના રોજ જન્મેલ આ બાળક માત્ર 2 મહિનાનું હતો.
IPLમાં સૌથી યુવા ખેલાડી હોવાનો રેકોર્ડ: અલ્લાહ મોહમ્મદ ગઝનફર (Allah Mohammad Ghazanfar) જમણા હાથનો ઓફ સ્પિનર છે. તે 6 ફૂટ 2 ઈંચની ઊંચાઈનો ખેલાડી છે. હરાજીમાં તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા છે. અલ્લાહ મોહમ્મદ ગઝનફર પ્રથમ વખત ચર્ચામાં આવ્યો જ્યારે તેણે આ વર્ષની શાપગીઝા T20 ક્રિકેટ લીગમાં 15 રન આપીને 4 વિકેટ લીધી. તેણે આ વર્ષે ઓગસ્ટમાં હિન્દુકુશ સ્ટાર્સ સામે આ સિદ્ધિ મેળવી હતી. IPLમાં સૌથી યુવા ખેલાડી હોવાનો રેકોર્ડ પ્રયાસ બર્મનના નામે છે. જેણે વર્ષ 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી 16 વર્ષ 157 દિવસની ઉંમરે મેચ રમી હતી.
3 વખત હેટ્રિક લેનાર એકમાત્ર ખેલાડી: IPL2023ની મિની ઓક્શનમાં અમિત મિશ્રા (Amit Mishra) સૌથી વૃદ્ધ ખેલાડી હશે. તમને જણાવી દઈએ કે IPL 2022 પહેલા અનુભવી સ્પિનર અમિત મિશ્રાને દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. IPL 2022ની મેગા ઓક્શનમાં કોઈપણ ટીમે તેનામાં રસ દાખવ્યો ન હતો અને તે ઓનસોલ્ડ રહ્યો હતો. 40 વર્ષીય અમિત મિશ્રા ખૂબ જ અનુભવી સ્પિનર છે. IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે 4 નંબર પર છે. આ સિવાય તેણે સૌથી વધુ 3 વખત હેટ્રિક લીધી છે. આઈપીએલમાં આવું કારનામું કરનાર તે એકમાત્ર ખેલાડી છે. અમિત મિશ્રાના IPL કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 154 મેચમાં 166 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.35 છે.