નવી દિલ્હી: આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ મુલતવી રાખ્યા બાદ હવે બીસીસીઆઈ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) યોજવાનો રસ્તો મળી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલ સપ્ટેમ્બરથી નવેમ્બરમાં રમવામાં આવશે. આઈપીએલના ગવર્નિંગ ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું છે કે આઇપીએલની 13મી સીઝન યુએઈમાં થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું છે કે બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટનું ફોર્મેટ બદલાવશે નહીં, ઓછી મેચ નહીં રમવામાં આવે.
![IPL કપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/esotghhu4aalp-a_571_855_2307newsroom_1595477481_967.jpg)
વર્ષ 2014 માં, ભારતમાં સામાન્ય ચૂંટણીઓના કારણે, યુએઈમાં આઈપીએલ યોજાઇ હતી, તે ટુર્નામેન્ટ મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી ખરાબ હતી. તે તમામ મેચ ત્યાં હારી ગઈ હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ખૂબ સારું પ્રદર્શન આપ્યું હતું.
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ જણાવ્યું છે કે, જો આઇપીએલ 2020 યુએઈમાં થાય તો વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ને કેવી રીતે ફાયદો થઈ શકે. આરસીબી એક વખત પણ આઈપીએલ ટ્રોફી જીતી નથી. ચોપરાને લાગે છે કે આરસીબી પર બોલિંગની ક્ષમતા ખૂબ મર્યાદિત છે પરંતુ તેઓ યુએઈમાં સારો દેખાવ કરી શકે છે. તેમણે આરસીબીના બે બોલરોનું નામ લીધું છે જે મીડલ ઇસ્ટમાં ખતરનાક સાબિત થશે.
આકાશે ઉમેર્યું, "RCB પાસે બોલિંગની ક્ષમતા નથી, તેઓ ગયા વર્ષે તેમના ઘરેલું ગ્રાઉન્ડ પર માત્ર ત્રણ મેચ જીત્યા હતા. તેમની પાસે બોલિંગ મર્યાદિત છે, પરંતુ તેઓ યુએઈમાં સારૂ પ્રદર્શન કરી શકે છે કારણ કે મોટું મેદાન હોવાને કારણે લાગે છે કે RCBને યુએઈમાં આઈપીએલ હોવાનો ફાયદો થશે. યુઝવેન્દ્ર ચહલ અને પવન નેગીની યુએઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા હશે. "
ચોપરા કહે છે કે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલને પણ યુએઈમાં ફાયદો થશે કારણ કે તેમની પાસે સારા સ્પિનર છે.
પંજાબ વિશે આકાશે કહ્યું કે, "કિંગ્સ ઇલેવન પંજાબને પણ ફાયદો થશે, યુએઈમાં ગ્લેન મેક્સવેલનો સારો રેકોર્ડ છે, તેનો સ્પિનનો એક્સપિરિયન્સ પણ સારો છે."