નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર આશિષ નેહરાએ જણાવ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 13મી સિઝન અને મહેન્દ્ર સિંહ ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સાથે કોઈ સંબંધ નથી. ગત વર્ષે વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં ધોનીએ ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યારથી આરામ કરવાના નામે ટીમમાંથી બહાર રહ્યો છે.
ચાલુ વર્ષે યોજાનારી IPLમાં ધોનીનું પ્રદર્શન વર્ષના અંતમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં તેની પસંદગી અંગે નિર્ણય કરશે. IPL માર્ચમાં યોજાવાની હતી, જે કોવિડ 19ને કારણે મોકૂફ થઈ ગઈ હતી. ટી 20 વર્લ્ડ કપ આ વર્ષે કોવિડ 19ના કારણે યોજાશે નહીં. IPL સપ્ટેમ્બર-નવેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાવવાની છે.
નેહરાએ જણાવ્યું કે, જ્યાં સુધી ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત છે, તો મને નથી લાગતું કે, IPLનો તેની સાથે કોઈ લેવાદેવા છે. જો તમે પસંદગીકાર, કેપ્ટન કે કોચ હોવ તો સૌથી મહત્ત્વની બાબત છે કે, જો ધોની રમવા માટે તૈયાર છે. તો એ મારી યાદીમાં પ્રથમ હરોળમાં હશે.
પૂર્વ ડાબોડી ઝડપી બોલર નેહરાએ જણાવ્યું કે, જ્યાં સુધી હું ધોનીને જાણું છું. ધોનીએ ભારત માટે તેની છેલ્લી મેચ ખુશીથી રમી છે, તેને કંઈપણ સાબિત કરવાની જરૂર નથી. મીડિયા લોકો તરીકે, અમે આવી બાબતો પર ચર્ચા કરી શકીએ છીએ. કારણ કે, ધોનીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી નથી. તેથી મને લાગે છે કે, ધોની નિવૃતિ પર નિર્ણય લેશે અને તે બાબતે ધોની જ કહી શકે છે કે તેના મનમાં શું ચાલે છે.
નેહરાએ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ધોનીના પ્રદર્શનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ધોની મેદાન પર હતો, ત્યાં સુધીમાં ભારતના જીતવાની સંભાવનાઓ હતી. છેલ્લી મેચમાં તે ભારત તરફથી રમ્યો હતો, જ્યારે ધોની મેદાન પર હતો ત્યાં સુધી ભારતને ફાઈનલમાં પહોંચવાની સંભાવનાઓ હતી. જે મેચમાં ધોની ઝડપીથી આઉટ થયો હતો, તેના આઉટ થવાની સાથે જ આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ હતી.