ETV Bharat / sports

IPL 2020: CSK vs DC: દિલ્હી કેપિટલ્સે ચેન્નઈને 44 રને હાર આપી - ચેન્નઈના પીષૂષ ચાવલા

દિલ્હી કેપિટલ્સે આઇપીએલ 13ની મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સને 44 રનથી હાર આપી હતી. દિલ્હીની આ ટૂર્નામેન્ટમાં આ સતત બીજી જીત છે.

IPL 2020
દિલ્હી કેપિટલ્સ
author img

By

Published : Sep 26, 2020, 9:47 AM IST

દુબઈ:દિલ્હી કેપિટલ્સે શુક્રવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ-13ની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 44 રને માત આપી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 175 રનનો સ્કોર કર્યો અને ચેન્નઈને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન સાથે 131 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ મેચમાં શાનદાર બેટિંગ માટે પૃથ્વી શૉ મૈન ઓફ ધ મેચ રહ્યો હતો.

ચેન્નઈ માટે ફાફ ડુ પ્લેસિસે 35 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 43 રન તેમજ મહેન્દ્ર સિંહ ધોનીએ 12 બોલમાં 15 રન કર્યા હતા. દિલ્હીની ટીમના પૃથ્વી શૉએ 43 બોલ પર 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 64 રન કર્યા હતા. શિખર ધવને 35 રન, પંત 37 રન પર અણનમ રહ્યો હતો.ચેન્નઈના પીષૂષ ચાવલાએ 2 વિકેટ સૈમ કુરૈન 1 વિકેટ ઝડપી હતી. દિલ્હીએ આઈપીએલની 2 મેચમાં સતત બીજી વખત જીત મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.