દુબઈ: ડેવિડ વૉર્નરની કૅપ્ટનશીપવાળી હૈદરાબાદે તેમના ગત્ત મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને હાર આપી હતી. તેની પ્રયાસ જીતનો ક્રમ જાળવી રાખવાનો રહેશે. આ સીઝનની શરુઆતમાં જ દમ દેખાડનારી 2008ની વિજેતા ટીમ ઘીમે-ધીમે તેમનો લક્ષ્યો ખોઈ ચૂકી છે. સતત હારનો સામનો કરી રહી છે.
રાજસ્થાનના બેન સ્ટોક્સે શનિવારના રોજ તેમનો ક્વોરન્ટાઈન પીરિયડ પુરો કરી લીધો છે, પરંતુ શનિવારના દિલ્હી કૈપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મૅચ બાદ સ્મિથે કહ્યું કે, સ્ટોક્સ આગામી મૅચમાં રમશે કે નહીં, તેના પર હજુ કંઈ સપષ્ટ થયું નથી. કારણ કે તેમને પ્રેક્ટિસ કરી નથી.
સ્મિથે કહ્યું કે, સ્ટોક્સે વધુ પ્રેક્ટિસ કરી નથી. તેમનો ક્વોરન્ટીન સમય કાલે પુર્ણ થયો છે. માટે જોવાનું રહેશે કે, તે મૅચ રમે છે કે નહીં. જો સ્ટોક્સ મેદાનમાં ઉતરશે. તો રાજસ્થાન માટે મોટી રાહત હશે. સ્ટોક્સ તેની દેશનો જોફ્રા આર્ચર સાથે મળીને ટીમ માટે મજબુત બૉલિંગ કરશે. પરંતુ જો તે ટીમમાં નહીં આવે તો રાજસ્થાનને નુકસાન થશે.
બૉલિંગમાં ગત્ત મૅચમાં રાજસ્થાને શારજાહા ક્રિકેટ સ્ટેડિયમ જેવા નાના મેદાન પર રમાયેલી મૅચમાં દિલ્હી કેપિટલ્સને મોટા સ્કોર કરવા દીધો ન હતો, તો હવે જોવાનું રહેશે કે, રાજસ્થાનના બોલર તેમનો ક્રમ જાળવી રાખે છે કે કેમ?
હૈદરાબાદની વાત કરવામાં આવે તો રાજસ્થાન પર તે હાવી છે. જેનું કારણ તેમની બૉલિંગ છે. ભુવનેશ્વર કુમાર થયા બાદ પણ ટીમને કોઈ વધુ નુકસાન થયું નથી.
સંભવિત ટીમ
સનરાઈઝર્સ હૈદરાબાદ: ડેવિડ વૉર્નર, અભિષેક શર્મા, બૈસિલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટાનલેક, જૉની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, ટી નટરાજન, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, વિરાટ સિંહ, પ્રીયમ ગર્ગ, જેસન હોલ્ડર, સંદીપ બબાંકા, ફાબિયાન એલેન, અબ્દુલ સમદ, સંજય યાદવ
રાજસ્થાન રૉયલ્સ: સ્ટીવ સ્મિથ, અકિત રાજપૂત, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, મહિપાલ લોમરોર, મનન વોહરા, મયંક માકંર્ડૈ, રાહુલ તેવતિયા, રિયાન પરાગ, સંજૂ સૈમસન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, વરુણ એરૉન, રૉબિન ઉથ્પ્પા, જયદેવ ઉનડકટ, યશસ્વી જાયસવાલ, અનુજ રાવત, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, ડેવિડ મિલર, ઓશાને થૉમસ, અનિરુદ્દ જોશી, એન્ડ્રયૂ ટાઈ, ટૉમ કરન