દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 13 મી આવૃત્તિમાં બુધવારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં વિજેતા રથ પર બેઠેલા રાજસ્થાન રોયલ્સનો સામનો બે વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે થશે. રાજસ્થાને તેમની છેલ્લી મૅચમાં ઇતિહાસ રચ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબ સામે રાજસ્થાને 224 રનનો પીછો કર્યો હતો અને આઈપીએલના ઇતિહાસમાં 226 રન બનાવીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
રાજસ્થાનની નજર હેટ્રિકની જીત પર છે
આ મૅચમાં સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે અડધી સદીની ઇનિંગ રમી હતી. સેમસને 42 બોલમાં 85 રન બનાવ્યા હતા અને કેપ્ટન સ્મિથે 27 બોલમાં 50 રન બનાવ્યા હતા. પરંતુ તે બંનેની મહેનત પર પાણી ફરી વળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ રાહુલ તેવતિયાએ 18 મી ઓવરમાં સતત પાંચ છક્કા જમા કરીને ટીમને જીત અપાવી હતી. આ મૅચમાં ફરી એકવાર તમામની નજર સેમસન અને ટિયોટિયા પર રહેશે.
સેમસન બે મૅચ રમ્યા છે અને બંનેમાં અડધી સદી ફટકારી છે. પંજાબ સામે રમાયેલી ઇનિંગ બાદ તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સેમસન સ્મિથ ફોર્મમાં છે. જોસ બટલરે પહેલાં મેચમાં માત્ર ચાર રન બનાવ્યા હતા. આ મેચમાં બટલર અને રોબિન ઉથપ્પા પર પણ નજર રહેશે. બૅટિંગમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. હા, ક્રમ જરૂર બદલાઈ શકે છે. કોલકાતા સામે ઉથપ્પાને પહેલા મોકલવામાં આવી શકે છે.
બૉલિંગમાં ટીમ જરૂરી ફેરફાર કરી શકે છે. અહીં અંકિત રાજપૂતને બહાર મોકલી શકાય છે. જે છેલ્લી મૅચમાં ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. બાકી જોફ્રા આર્ચરનું રમવાનું નક્કી છે. અગાઉની બંને મૅચોમાં આર્ચેરે ટીમમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સીએસકે સામે છેલ્લી ઓવરમાં ચાર છ્ક્કા અને પછી પંજાબ સામે શમી સામે બે છક્કા લગાવી તેણે ટીમને જીતની નજીક પહોંચાડી હતી.
કોલકાતા માટે આસાન નહીં હોય મૅચ
બીજી તરફ કોલકાતાને પહેલાં મૅચમાં હાર મળી હતી. બીજી મૅચમાં તેણે શાનદાર પ્રદર્શન કરી હૈદરાબાદને પરાજિત કર્યું હતું. છેલ્લી મૅચમાં કોલકાતા માટે સારી વાત એ હતી કે, પૈટ કમિન્સે તેની ઉપયોગિતા સાબિત કરી હતી. હૈદરાબાદ સામે યુવા શુભમેન ગિલે 62 બોલમાં 70 રન બનાવ્યા. આ સીઝનમાં, ગિલ પર કોલકાતાની બૅટિંગનો ભાર છે અને તેથી તેની જવાબદારી વધી રહી છે.
ટીમો
કેકેઆર: દિનેશ કાર્તિક (કૅપ્ટન), આંદ્ર રસેલ, સુનીલ નારાયણ, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વૉરિયર, અલી ખાન, કમલેશ નાગરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઈયોન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, એમ. સિદ્ધાર્થ, નિખિલ નાઈક, ક્રિસ ગ્રીન.
રાજસ્થાન રોયલ્સ: સ્ટીવ સ્મિથ (કૅપ્ટન), અંકિત રાજપૂત, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, મહિપાલ લોમર, મનન વ્હોરા, મયંક માકંર્ડે, રાહુલ તેવતિયા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, વરૂણ એરોન, રોબિન ઉથપ્પા , જયદેવ ઉનાડકટ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, અનિરુધ જોશી, એન્ડયૂ ટાઇ, ટોમ કરન.