મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ પર 155 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નઈની ટીમે 17.4 ઓવરમાં 109 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ ચેન્નઈના પી.ચિદંમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. આ સીઝનમાં પહેલીવાર ચેન્નઈની ટીમ હોમટાઉનમાં હારી છે. ચેન્નઈ અને મુંબઈની વચ્ચે આ સીઝનનો બીજો મેચ હતો. જે બંન્ને મેચ મુંબઈના કબ્જામાં રહી છે.
આ મેચમાં સુરેશ રૈનાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ પર 155 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્માએ 48 બોલ પર શાનદાર 67 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે સૈંટનરે 2 અને ઈમરાન તાહિર તેમજ દિપક ચાહરે 1-1 વિકેટ લીધી હતી.
જેના જવાબમાં ચેન્નઈની ટીમ 17.4 ઓવરમાં માત્ર 109 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મુંબઈના લસિથ મલિંગાએ 4, જસપ્રીત બૂમરાહ અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. ચેન્નઈ તરફથી મુરલી વિજયે 38 રન બનાવ્યા હતા. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યા હતા. આ મેચમાં તેમની પ્રથમ અર્ધસદી હતી.