રાજસ્થાને પોતાની છેલ્લા મેંચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તો મુંબઈ આ મેંચમાં પંજાબની સામે શાનદાર જીત હાસિલ કરી હતી.
પંજાબની સામે મુંબઈએ હારતે-હારતે મેંચમાં વાપસી કરી હતી. પંજાબ સામેના મેંચમાં કેરોમ પોલાર્ડની તૂફાની પારી રમીને પંજાબને હારની માત આપી હતી. રોહિત શર્મા ઈન્જર્ટ હોવાથીના કારણે પોલાર્ડે તે મેંચમાં કપ્તાની કરી રહ્યો હતો. આ મેંચમાં રોહિત શર્મા ફરી વાપસી કરશે. રોહિતના આવવાથી ટીમની બેટીંગ લાઈનમાં મજબૂતી મળશે.
રાજસ્થાનની બોલીંગ લાઈનમાં હજુ સુધી કોઈ ખાસ પ્રદશન નથી કર્યું. રાજસ્થાનની બેટીંગ લાઈન જરૂર ટીમને જીત અપાવી શકે છે. પરંતુ તેમની પાસે જોસ બટલર, સંજુ સૈમસન જેવા જ ખેલાડીઓ છે. પરંતુ ચેન્નઈની સામે તે સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. હવે જોવાનુ રહ્યું કે, મુંબઈના મજબૂત બોલીંગ લાઈનો સામનો કઈ રીતે કરશે.