આ ટ્વીટ્સમાં સૌથી વધારે ટ્વીટ હાર્દિક પાંડ્યાના ટ્વીટ મહેન્દ્ર સિંહ ધોનીને લઇ કરવામાં આવ્યા હતા. પાંડ્યાએ ધોનીને પોતાનો મિત્ર અને પ્રેરણાસ્ત્રોત કહ્યું હતું. આ ટ્વીટ 16 હજાર લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું.
IPLની આ સીઝનમાં, મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ટ્વિટર પર સૌથી વધુ ચર્ચા થઇ હતી. તે પણ જ્યારે ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલ જીતવા માટે હરાવી ત્યારે ,આ દરમિયાન, મુંબઇ ઇન્ડિયન્સ પર 67 ટકા પછી 37 ટકા ચેન્નાઇ પર ટ્વીટ થયા હતા.
ચેન્નાઈ એક એવી ટીમ રહી હતી, જેને લઇ ઘણી ચર્ચાઓ થઇ હતી. ચેન્નાઇના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વિશે સૌથી વધુ ટ્વિટ આવી હતી. તેમના બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા, હરભજન સિંહ અને આન્દ્રે રસેલ રહ્યા હતા.
ટ્વીટર ઇન્ડિયાના જનરલ મેનેજર મનીષ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "ચાહકોને ક્રિકેટ વિશે ટ્વીટ કરવું ગમે છે અને આ વર્ષે અમે IPL -2019ની સીઝન દરમિયાન 2.7 કરોડ ટ્વીટ્સ જોયા. ટ્વિટર તમારા માટે શું ચાલી રહ્યું છે તે જોવાનો શ્રેષ્ઠ માર્ગ છે. "