- ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈમાં શ્રીલંકા જશે
- BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની જાહેરાત
- સિનિયર પુરુષ ટીમ માટે મર્યાદિત ઓવરોની શ્રેણીની બનાવી યોજના
- શ્રીલંકાના પ્રવાસમાં વિરાટ કોહલી, રોહિત શર્માની બાદબાકી
હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે આઈપીએલની મેચમાં વ્યસ્ત છે ત્યારે આ ટીમ હવે જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જશે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગે જણાવ્યું હતું કે, ભારતીય ટીમ સિનિયર ખેલાડી વગર જુલાઈમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. કેપ્ટન વિરાટ કોહલી, મર્યાદિત ઓવર માટે વાઈસ કેપ્ટન રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડી આ પ્રવાસનો હિસ્સો નહીં હોય. કારણ કે, તેઓ તે સમયે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યા હશે.
આ પણ વાંચોઃ WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, જાણો ક્યા-ક્યા ખેલાડીને મળી તક
મર્યાદિત ઓવરની શ્રેણીમાં ભાગ લેનારી ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમથી અલગ હશે
સૌરવ ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે જુલાઈમાં સિનિયર પુરુષ ટીમ માટે મર્યાદિત ઓવરોની શ્રેણીની યોજના બનાવી છે. જ્યાં તેઓ શ્રીલંકામાં ટી20 આંતરરાષ્ટ્રીય અને વનડે મેચ રમશે. ભારતની 2 અલગ અલગ ટીમ વિશે પૂર્વ કેપ્ટને જણાવ્યું હતું કે, મર્યાદિત ઓવરની શ્રેણીમાં ભાગ લેનારી ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમથી અલગ હશે. આ મર્યાદિત ઓવરમાં નિષ્ણાતોની ટીમ રહેશે. આ ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ટીમથી અલગ હશે. ક્રિકેટ બોર્ડે મર્યાદિત ઓવરના નિયમિત ખેલાડીઓને ધ્યાનમાં રાખ્યા છે.
આ પણ વાંચોઃ IPL 2021: કેપ્ટનશિપથી હટાવતાં ડેવિડ વોર્નર નિરાશ , ટીમના ડિરેક્ટર મૂડીનો મોટો ખુલાસો
શિખર ધવન, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ તૈયાર રહે
સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બર પૂર્ણ થશે અને IPLની બાકીની મેચની યોજના હવે બનશે. તેવામાં BCCI ઈચ્છે છે કે, શિખર ધવન, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, દીપક ચાહર, યજુવેન્દ્ર ચહલ જેવા ખેલાડી મેચ માટે તૈયાર રહે.