ETV Bharat / sports

IND vs WI 2nd Test : ભારતનો પ્રથમ દાવ 438 રનમાં સમેટાયો, કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી

ભારતે શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 128 ઓવરમાં 438 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 86 રન બનાવી 1 વિકેટ ગુમાવી છે. કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા હતા.

Etv BharatIND vs WI 2nd Test
Etv BharatIND vs WI 2nd Test
author img

By

Published : Jul 22, 2023, 9:58 AM IST

પોર્ટ ઓફ સ્પેન: પોર્ટ ઓફ સ્પેનમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે બીજી ટેસ્ટના બીજા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 128 ઓવરમાં 438 રન બનાવ્યા હતા. આ સાથે કોહલીએ ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેન ગણાતા સર ડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીની બરાબરી કરી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ 61 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝે બીજા દિવસના રમતના અંતે પ્રથમ દાવમાં 86 રન બનાવી 1 વિકેટ ગુમાવી છે.

આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી: 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવતા, વિરાટ કોહલીએ તેની 29મી ટેસ્ટ સદી ફટકારી હતી. કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા હતા. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી નોધાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોહલીની આ 12મી સદી છે અને તે આ ટીમ વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારવાના મામલે જેક કાલિસ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. પૂર્વ મહાન ખેલાડી સુનીલ ગાવસ્કર (13) વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. 2018 (પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે) પછી વિદેશી ધરતી પર કોહલીની આ પ્રથમ સદી છે.

ભારતનો પ્રથમ દાવ: આ પહેલા મેચના પ્રથમ દિવસે કેપ્ટન રોહિત શર્મા (80) અને તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ (57)એ પ્રથમ વિકેટ માટે 139 રનની ભાગીદારી કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો.કોહલીના 121 રન અને જાડેજા 61 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિને (56) અડધી સદી ફટકારી અને નીચલા ક્રમના બેટ્સમેનોની સાથે શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 438 રન સુધી પહોંચાડ્યો હતો. ઈશાન કિશન (25) સાથે સાતમી વિકેટ માટે 33 અને જયદેવ ઉનડકટ (સાત) સાથે આઠમી વિકેટ માટે 23 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 400 રનને પાર પહોંચાડ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝની સારી શરુઆત: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝે તેની પ્રથમ ઈનિંગમાં 1 વિકેટે 86 રન બનાવી લીધા હતા. કેપ્ટન ક્રેગ બ્રેથવેટે 37 અને કિર્ક મેકેન્ઝીએ 14 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી તેજનરાઈન ચંદ્રપોલની પ્રથમ વિકેટ પડી હતી. રવિન્દ્ર જાડેજાએ તેની વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:

  1. Virat Kohli : કિંગ કોહલી આજે રમશે 500 મી આંતરરાષ્ટ્રીય મેચ, BCCIએ અભિનંદન પાઠવ્યા
  2. Rishabh Pant : ઋષભ પંતે રિકવરીનો વીડિયો કર્યો શેર, રાહુલ અને રૈનાએ પાઠવી શુભેચ્છા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.