ETV Bharat / sports

રવિન્દ્ર જાડેજા બન્યો જાબાંજ : IND vs SL માં પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી - India vs Sri Lanka

મોહાલીના PCA સ્ટેડિયમમાં (IS Bindra PCA Stadium) ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ (IND vs SL 1st Test) રમાઈ રહી છે, બીજા દિવસની રમત ચાલી રહી છે. રવિન્દ્ર જાડેજા સદી ફટકાર્યા બાદ અણનમ છે, જ્યારે અશ્વિન 61 રન બનાવીને આઉટ થયો હતો. બંને વચ્ચે 100થી વધુ રનની ભાગીદારી થઈ હતી. લંચ સુધી ભારતે સાત વિકેટે 468 રન બનાવી લીધા છે.

જાડેજા બન્યો જાબાંજ : IND vs SL માં પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી

author img

By

Published : Mar 5, 2022, 1:37 PM IST

Updated : Mar 5, 2022, 5:13 PM IST

મોહાલી: IS બિન્દ્રા પીસીએ સ્ટેડિયમમાં (IS Bindra PCA Stadium) શનિવારે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના (IND vs SL 1st Test) બીજા દિવસે લંચ બ્રેક સુધી ટીમે 112 ઓવરમાં 468 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંત સુધી, ભારતે 85 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 357 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IND vs SL : પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટે 192 રન બનાવ્યા

ટીમે બીજા દિવસે એક વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડમાં 111 રન ઉમેર્યા

ટીમે બીજા દિવસે એક વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડમાં 111 રન ઉમેર્યા હતા. જાડેજા (45) અને અશ્વિન (10) પ્રથમ દિવસની રમતના અંત સુધી ક્રિઝ પર હાજર હતા. બીજા દિવસે બંને બેટ્સમેનોએ રમતની શરૂઆત કરી. આ દરમિયાન જાડેજા પોતાની ટેસ્ટ સદી રમી રહ્યો છે, તેણે 166 બોલમાં દસ ચોગ્ગાની મદદથી 102 રન બનાવ્યા. આ સાથે જ અશ્વિને અડધી સદી સાથે 61 રનની ઇનિંગ રમી હતી અને બોલર લકમલની ઓવરમાં કેચ આઉટ થયો હતો.

રિષભ પંતએ પ્રથમ દિવસની રમતમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા

રિષભ પંતએ (96) પ્રથમ દિવસની રમતમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. શ્રીલંકાના સ્પિનર ​​લસિથ એમ્બુલ્ડેનીયાએ બે મહત્વની સફળતા પોતાના નામે કરી. વિરાટ કોહલીએ પોતાની 100મી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નિરાશ કર્યો હતો. કારણ કે 76 બોલમાં 45 રન બનાવ્યા બાદ લસિથ એમ્બુલ્ડેનિયાના બોલ પર બોલ્ડ થયો હતો. કોહલીએ નવેમ્બર 2019 થી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી નથી. આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: Virat-Rohit Net Practice: મેદાન પર જોવા મળ્યો અદભૂત નજારો, કેપ્ટન-વાઈસ-કેપ્ટનની પ્રેક્ટિસ

સંક્ષિપ્ત સ્કોર

ભારત: 112 ઓવરમાં 468/7 (રવીન્દ્ર જાડેજા 102 અણનમ, રિષભ પંત 96; લસિથ એમ્બુલ્ડેનિયા 2/152 અને સુરંગા લકમલ 2/86).

Last Updated : Mar 5, 2022, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.