નવી દિલ્હીઃ ભારતીય સલામી બેસ્ટ્મેન રોહિત શર્માનું માનવું છે કે, ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની હાજરીમાં આ પ્રવાસ પુરી રીતે અલગ હશે. ભારતે 2018-19માં ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ 2-1થી જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર 71 વર્ષમાં આ પહેલી જીત હતી. જો કે, તે સીરિઝમાં ડેવિડ વોર્નર અને સ્મિથ ટીમમાં ન હતા.
રોહિતે બુધવારે મીડિયાને કહ્યું કે, "હું ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ કમનસીબે હું ખોટા સમયે ઈજાગ્રસ્ત થયો." વધુમાં તેમણે કહ્યું કે હું ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમવા માટે રાહ નથી જોઇ શકતો. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની હાજરીમાં આ પ્રવાસ પુરી રીતે અલગ હશે.
રોહિતના મતે ઇનિંગ્સની શરૂઆત કરવી એ એક પડકાર છે અને તેને આ પડકાર પસંદ છે. આનો પુરાવો તેને દક્ષિણ આફ્રિકા સામે ઓપનર તરીકેની તેની શાનદાર શરૂઆત કરીને આપ્યો હતો. તેમણે કહ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે મારે ટેસ્ટ મેચોમાં પણ ઇનિંગસની શરૂઆત કરવી પડી શકે છે. આ બે વર્ષ જૂની વાત છે, ત્યારથી જ હુ મારી જાતને તૈયાર કરી રહ્યો હતો.
રોહિતે વધુમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયન સીરિઝ ઘણી રોમાંચક બનશે કારણ કે ભારતીય ટીમ અત્યારે તેનુ શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહી છે. જો આ શ્રેણી થાય તો તે એક મહાન શ્રેણી હશે.