વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડ ક્રિકેટ (New Zealand cricket) એ મંગળવારે આ જાણકારી આપી હતી કે, ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી, ભારત ત્રણ T20 અને તેટલી જ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ODI)મેચોની શ્રેણી માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે.
આ પણ વાંચો: ભારતીય કેપ્ટન રોહિત શર્મા થયા કોરોના પોઝિટિવ
ભારત શુક્રવારથી ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમશે: NZCએ (New Zealand cricket) એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે,આ શ્રેણી 18 થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે. આ પછી આવતા વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડની ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારત આવશે. ભારત વર્લ્ડ કપના સમાપન પછી બ્લેકકેપ્સ (ન્યૂઝીલેન્ડ પુરૂષ ક્રિકેટ ટીમનું લોકપ્રિય નામ) સામે વેલિંગ્ટન, તૌરંગા અને નેપિયરમાં ત્રણ ટી-20 અને ઓકલેન્ડમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમવા ન્યૂઝીલેન્ડ આવશે. ત્યારબાદ બ્લેકકેપ્સ પાકિસ્તાનના પ્રવાસ અને ભારતમાં ટૂંકી શ્રેણી માટે ઉપખંડના પ્રવાસ પર જશે અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે તૌરંગા (ડે-નાઈટ) અને વેલિંગ્ટનમાં બે ટેસ્ટ મેચની તૈયારી કરવા ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્વદેશ પરત ફરશે. આ ઉપરાંત ભારત શુક્રવારથી ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમશે, જે ગયા વર્ષે યોજાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બાકી રહેલો એક મેચ છે. આ પછી, બંને ટીમો વચ્ચે ત્રણ T20 અને વધુ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે.
-
💥 HOME INTERNATIONAL FIXTURES OUT NOW 💥
— Canterbury Cricket (@CanterburyCrick) June 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
THIS SUMMER THE STARS WILL SHINE
Head to https://t.co/dihq21uyF6 or the NZC App for details #NZvPAK #NZvBAN #NZvIND #NZvENG #NZvSL
🎥 @BLACKCAPS @WHITE_FERNS pic.twitter.com/vrom4hniJO
">💥 HOME INTERNATIONAL FIXTURES OUT NOW 💥
— Canterbury Cricket (@CanterburyCrick) June 28, 2022
THIS SUMMER THE STARS WILL SHINE
Head to https://t.co/dihq21uyF6 or the NZC App for details #NZvPAK #NZvBAN #NZvIND #NZvENG #NZvSL
🎥 @BLACKCAPS @WHITE_FERNS pic.twitter.com/vrom4hniJO💥 HOME INTERNATIONAL FIXTURES OUT NOW 💥
— Canterbury Cricket (@CanterburyCrick) June 28, 2022
THIS SUMMER THE STARS WILL SHINE
Head to https://t.co/dihq21uyF6 or the NZC App for details #NZvPAK #NZvBAN #NZvIND #NZvENG #NZvSL
🎥 @BLACKCAPS @WHITE_FERNS pic.twitter.com/vrom4hniJO
આ પણ વાંચો: શું કોહલી ટેસ્ટ ટીમનું 'વિરાટ' નેતૃત્વ કરવા તૈયાર છે? કોચે આપ્યો જવાબ
વેસ્ટ ઈન્ડિઝનો કરશે પ્રવાસ: ભારતીય ટીમ ત્યારપછી જુલાઈ-ઓગસ્ટમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને પાંચ T20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે વેસ્ટઈન્ડિઝનો (WestIndies)પ્રવાસ કરશે, જે T20 વર્લ્ડ કપ પહેલા યોજાશે. વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ વચ્ચે ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ સામે ડે-નાઈટ ટેસ્ટ પણ રમશે, જ્યારે છ ટીમો 2022-23ની સ્થાનિક સિઝનમાં દેશનો પ્રવાસ કરશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની પુરુષ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધા બાદ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે અને ત્યાંથી પરત ફર્યા બાદ બાંગ્લાદેશની ટી-20 અને વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં યજમાની કરશે. આ પછી ટીમ જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે જ્યાં ICC મહિલા T20 વર્લ્ડ કપ રમાશે.