- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણીની બીજી મેચ
- ક્રિકેટના મક્કા લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે આ મેચ
- વરસાદના કારણે ટોસ 20 મિનિટ મોડો, ઈંગ્લેન્ડે જીત્યો ટોસ
ન્યુઝ ડેસ્ક: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે (India vs England) 5 ટેસ્ટની શ્રેણીની બીજી મેચ (2nd test) આજથી રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ક્રિકેટના મક્કા લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે. મેચમાં ટોસ થઈ ગયો છે. જોકે વરસાદના કારણે ટોસ 20 મિનિટ મોડો થયો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આનો અર્થ એ થયો કે ભારતની ટીમ પહેલા બેટિંગ કરવા જઈ રહી છે.
ટીમ ઇન્ડિયાએ પણ લોર્ડ્સ પર નોટિંગહામ જેવી જ ગેમ રમી
ટીમ ઇન્ડિયાએ પણ લોર્ડ્સ પર નોટિંગહામ જેવી જ ગેમ રમી છે. એટલે કે, અહીં પણ તેણે 4 ઝડપી બોલરો સાથે ઉતરવાનું મન બનાવી લીધું છે. નોટિંગહામમાં ઈંગ્લેન્ડની તમામ 20 વિકેટ ભારતના 4 ફાસ્ટ બોલરોએ શેર કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ વરસાદના કારણે ડ્રો રહી હતી. નોટિંગહામ ટેસ્ટમાં ભારતે છેલ્લા દિવસે જીતવા માટે 157 રન બનાવવાના હતા. પરંતુ સમગ્ર દિવસ દરમિયાન વરસાદના કારણે એક પણ ઓવર મેચ રમી શકી ન હતી.
શાર્દુલની જગ્યાએ ઈશાંત શર્મા માટે તક
લોર્ડ્સ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં માત્ર એક જ ફેરફાર કરવામાં આવ્યો છે, તે પણ શાર્દુલ ઠાકુરને થયેલી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે. લોર્ડ્સમાં અનુભવી ઇશાંત શર્માને નોર્ટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ચાર વિકેટ લેનારા શાર્દુલ ઠાકુરની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. લોર્ડ્સમાં ઇશાંત શર્માનું અગાઉનું પ્રદર્શન શાનદાર હતું. તેણે 2014 ના પ્રવાસ દરમિયાન અહીં રમાયેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 74 રનમાં 7 વિકેટ લીધી હતી. કેપ્ટન કોહલી ફરી એક વખત ઈશાંત પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે.
-
Toss & team news from Lord's!
— BCCI (@BCCI) August 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
England have elected to bowl against #TeamIndia in the 2⃣nd #ENGvIND Test. 🏏
Follow the match 👉 https://t.co/KGM2YELLde
Here's India's Playing XI 🔽 pic.twitter.com/leCpLfUDnG
">Toss & team news from Lord's!
— BCCI (@BCCI) August 12, 2021
England have elected to bowl against #TeamIndia in the 2⃣nd #ENGvIND Test. 🏏
Follow the match 👉 https://t.co/KGM2YELLde
Here's India's Playing XI 🔽 pic.twitter.com/leCpLfUDnGToss & team news from Lord's!
— BCCI (@BCCI) August 12, 2021
England have elected to bowl against #TeamIndia in the 2⃣nd #ENGvIND Test. 🏏
Follow the match 👉 https://t.co/KGM2YELLde
Here's India's Playing XI 🔽 pic.twitter.com/leCpLfUDnG
લોર્ડ્સ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
લોર્ડ્સ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ છે.