નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ બુધવારથી મધ્ય પ્રદેશના ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ભારત શ્રેણીમાં 2-0થી આગળ છે. સ્ટીવ સ્મિથ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન રહેશે. પેટ કમિન્સ તેની માતાની ખરાબ તબિયતના કારણે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. રોહિત શર્મા ઓપનર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં કોનો સમાવેશ કરશે તેના પર સૌની નજર રહેશે. કે.એલ. રાહુલ છેલ્લી બે ટેસ્ટમાં ઓપનર તરીકે સફળ રહ્યો નથી, જેના કારણે તેની વાઈસ કેપ્ટનશિપ ચાલી ગઈ છે. તે ત્રીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં હશે કે નહીં તે તો બુધવારે જ ખબર પડશે.
-
Fun times in the field ft. @imVkohli 🙂 💪#TeamIndia sharpen their catching skills ahead of the 3rd #INDvAUS Test in Indore. 👍 👍@mastercardindia pic.twitter.com/6VtHfBBbLt
— BCCI (@BCCI) February 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fun times in the field ft. @imVkohli 🙂 💪#TeamIndia sharpen their catching skills ahead of the 3rd #INDvAUS Test in Indore. 👍 👍@mastercardindia pic.twitter.com/6VtHfBBbLt
— BCCI (@BCCI) February 27, 2023Fun times in the field ft. @imVkohli 🙂 💪#TeamIndia sharpen their catching skills ahead of the 3rd #INDvAUS Test in Indore. 👍 👍@mastercardindia pic.twitter.com/6VtHfBBbLt
— BCCI (@BCCI) February 27, 2023
આ પણ વાંચો : NZ Beat England By One Run Thriller: ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 1 રનથી જીતનારી બીજી ટીમ બની ન્યૂઝીલેન્ડ
શું રોહિત ગિલને તક આપશે? : કે.એલ. રાહુલને ત્રીજી તક આપશે કેપ્ટન રોહિત શર્મા, તે અન્ય ખેલાડીની પરીક્ષા કરશે, બધાની નજર તેના પર રહેશે. રાહુલની જગ્યાએ શુભમન ગિલને ટેસ્ટમાં ઓપનિંગ કરવાનો અનુભવ છે. શુભમને 13 ટેસ્ટ મેચોની 25 ઇનિંગ્સ રમી છે. આ દરમિયાન તેણે 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે. ગિલે ટેસ્ટમાં અત્યાર સુધી 736 રન બનાવ્યા છે. શુભમને વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શુભમન હોલકર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. ગિલ સિવાય સૂર્યકુમારની પણ ઓપનર તરીકે કસોટી થઈ શકે છે.
આ પણ વાંચો : Indian Premier League : IPLમાં ઋષભ પંતની જગ્યાએ આ બે ખેલાડીઓમાંથી એકને મળી શકે છે તક, જાણો તેમના નામ
આમને સામને : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 104 ટેસ્ટ રમાઈ છે. આ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. કાંગારુઓએ 43 અને મેન ઇન બ્લુએ 32 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ધરતી પર વધુ મેચ જીતી છે. બંને વચ્ચે રમાયેલી 28 મેચ ડ્રો રહી છે. એક મેચ ટાઈ રહી છે. ઘરઆંગણે ભારતીય ટીમનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. ભારતે તેની ધરતી પર રમાયેલી 50માંથી 23 મેચ જીતી છે. આ સાથે જ કાંગારૂ ટીમ 13 મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે રમાયેલી 15 મેચ ડ્રો રહી છે. એક મેચ ટાઈ થઈ છે.