અમદાવાદ: ભારતે શ્રીલંકાને 302 રનના વિશાળ અંતરથી હરાવીને સતત 7મી મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચનારી સત્તાવાર રીતે પ્રથમ ટીમ બની ગઈ છે. જોકે, તેણે હજુ પણ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે વધુ 2 લીગ મેચ રમવાની છે.
-
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌#TeamIndia 🇮🇳 becomes the first team to qualify for the #CWC23 semi-finals 👏👏#MenInBlue | #INDvSL pic.twitter.com/wUMk1wxSGX
— BCCI (@BCCI) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌#TeamIndia 🇮🇳 becomes the first team to qualify for the #CWC23 semi-finals 👏👏#MenInBlue | #INDvSL pic.twitter.com/wUMk1wxSGX
— BCCI (@BCCI) November 2, 2023𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌#TeamIndia 🇮🇳 becomes the first team to qualify for the #CWC23 semi-finals 👏👏#MenInBlue | #INDvSL pic.twitter.com/wUMk1wxSGX
— BCCI (@BCCI) November 2, 2023
302 રનથી મોટી જીત: ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું છે. ભારતે આપેલા 357 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 302 રનથી મોટી જીત હાંસલ કરી, જે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે. ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ પોતાના નામે કરી હતી. મોહમ્મદ સિરાજને 3 જ્યારે જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી. આ જીત સાથે ટુર્નામેન્ટમાં ભારતનું અજેય અભિયાન ચાલુ છે અને તેણે સતત 7મી મેચ જીતી લીધી છે.
-
A record win at Wankhede helps India qualify for the semi-final stage of the #CWC23 🎇#INDvSL📝: https://t.co/0PWB7VT3DF pic.twitter.com/l6cr1LP9Uk
— ICC Cricket World Cup (@cricketworldcup) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A record win at Wankhede helps India qualify for the semi-final stage of the #CWC23 🎇#INDvSL📝: https://t.co/0PWB7VT3DF pic.twitter.com/l6cr1LP9Uk
— ICC Cricket World Cup (@cricketworldcup) November 2, 2023A record win at Wankhede helps India qualify for the semi-final stage of the #CWC23 🎇#INDvSL📝: https://t.co/0PWB7VT3DF pic.twitter.com/l6cr1LP9Uk
— ICC Cricket World Cup (@cricketworldcup) November 2, 2023
મોહમ્મદ શમીનો તરખાટ: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ 14 રનના અંગત સ્કોર પર 18મી ઓવરના છેલ્લા બોલ પર કસુન રાજીથાને સ્લિપમાં શુભમન ગીલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ વિકેટ સાથે તેણે મેચમાં 5 વિકેટ પૂરી કરી અને તે ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો.
મદુશંકાએ મેચમાં 5 વિકેટ લીધી અને વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો. શ્રીલંકાને વર્લ્ડ કપ 2023ની ત્રીજી જીત હાંસલ કરવા માટે 358 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. તે જ સમયે, સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે શ્રીલંકાને 358 રન સુધી મર્યાદિત કરવું પડશે.