ETV Bharat / sports

NED vs PAK Cricket World Cup 2023 : નેધરલેન્ડ સામે પાકિસ્તનનો 81 રને થયો વિજય

આજે વર્લ્ડ કપ 2023નો બીજો મુકાબલો હૈદરાબાદમાં રમાશે. આજની પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 02:00 કલાકે શરુ થશે.

WORLD CUP 2023
WORLD CUP 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 1:13 PM IST

Updated : Oct 6, 2023, 9:52 PM IST

હૈદરાબાદ: ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના શાનદાર શરૂઆતના દિવસ બાદ આજે વર્લ્ડ કપની બીજી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. T20 વર્લ્ડ કપ 2022માં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. તેથી આ ટીમને ક્યારેય હળવાશથી ન લઈ શકાય. ચાહકોને આશા છે કે હૈદરાબાદમાં આજે યોજાનારી મેચ રસપ્રદ રહેશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાનની ટીમ ઈજાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.

પાકિસ્તાન ટીમ ઈજાથી પરેશાન: પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહના વર્લ્ડ કપમાંથી બહાર થવાને કારણે તેની બોલિંગનું સંતુલન અને ધાર ચોક્કસપણે પ્રભાવિત થઈ છે. તેના સ્થાને હસન અલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ ભારતમાં રમાયેલી પ્રેક્ટિસ મેચો દરમિયાન તેની બોલિંગ પહેલા જેવી આશાસ્પદ દેખાઈ ન હતી.

નેધરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું: નેધરલેન્ડની ટીમની વાત કરીએ તો તે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત પહોંચી છે. આ મોટી ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવા માટે, આ ટીમે ક્વોલિફાયરમાં બે વખતની વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને હરાવી હતી.

PCBએ મ્યુઝિક વીડિયો પોસ્ટ કર્યો: વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ પહેલા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક મ્યુઝિક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, વાઇસ કેપ્ટન શાહદાબ અને બે ફાસ્ટ બોલર શાહીન અને નસીમ મુખ્ય રીતે દેખાઈ રહ્યા છે. તેના X હેન્ડલ પર વિડિયો પોસ્ટ કરતા, PCBએ લખ્યું, "પાકિસ્તાન ક્રિકેટની ઉજવણી - ટીમ, ચાહકો, રાષ્ટ્ર - અને રમત પ્રત્યેની અમારી અતૂટ ભાવના અને જુસ્સા!"

વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમ: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હસન અલી, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી, સઈદ શકીલ, સલમાન અલી આગા, ઉસ્માન મીર, અબ્દુલ્લા શફીક.

વર્લ્ડ કપ 2023 માટે નેધરલેન્ડની ટીમ: સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, વિક્રમજીત સિંઘ, તેજા નિદામાનુરુ, પોલ વાન મીકેરેન, કોલિન એકરમેન, રોલોફ વાન ડેર મેરવે, લોગન વાન બીક, આર્યન દત્ત, રેયાન ક્લાઇન, વેસ્લી બેરેસી (વિકેટકીપર), સાકિબ ઝુલ્ફીકાર, શરીઝ અહેમદ, સાયબ્રાન્ડ એન્જલબ્રેખ્ત.

આ પણ વાંચો:

  1. World Cup 2023: વર્લ્ડકપ 2023 પહેલા પાકિસ્તાનના માત્ર 2 ખેલાડી ભારત આવ્યા છે, જાણો કોણ છે આ ખેલાડી
  2. Cricket World Cup 2023: ચેપોકમાં વિરાટ કોહલીને મળેલા દિવ્યાંગ ફેન, શ્રીનિવાસે કહ્યું... 'સ્વપ્ન સાકાર થયું'

Last Updated : Oct 6, 2023, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.