ન્યૂઝ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ IPL 2022ની શરૂઆત પહેલા લગ્નના બંધનમાં બંધાઈ ગયા (Glenn Maxwell and Vini Raman Wedding) છે. RCBના આ ઓલરાઉન્ડરે ભારતીય મૂળની મહિલા વિની રમન સાથે સાત ફેરા લઇ લીધા છે. IPLની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થશે, ત્યારે આ પહેલા મેક્સવેલે તેની ગર્લફ્રેન્ડ અને મંગેતર વિની રમન સાથે શુક્રવારે એક પ્રાઇવેટ ફંકશનનું આયોજન કરી સપ્તપદીના વચન લઇ લીધા છે.
મેક્સી અને વિની લગ્ન બાદ એકબીજાને કિસ કરતા જોવા મળ્યાં: 33 વર્ષના મેક્સવેલે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Glenn Maxwel Instagram) શેર કરી છે, જેમાં તે તેની પત્ની વિનીનો હાથ પકડેલો જોવા મળે છે અને આ કપલની ફિંગરમાં રીંગ પહેરલી પણ જોવા મળે છે. આ તસવીરને કેપ્શન આપતા લખ્યું, "પ્રેમ પૂર્ણતાની શોધમાં છે અને હું તમારી સાથે સંપૂર્ણ અનુભવું છું 18-03-22". સાથે જ તેણે બીજી એક તસવીર પણ શેર કરી છે, જેમાં મેક્સી અને વિની લગ્ન બાદ એકબીજાને કિસ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો: અનન્યા, આલિયા અને શનાયાનો કાતિલ અંદાજ, જૂઓ તસવીરોમાં કોણ કોને કેટલી ટક્કર આપે છે
આ ક્રિકેટરોએ પાઠવી કપલને લગ્નની શુભેરછા: લગ્ન બાદ આરોન ફિન્ચ, યુઝવેન્દ્ર ચહલ જેવા ઘણા ક્રિકેટરોએ મેક્સવેલને તેના નવા જીવન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય તેની IPL ટીમ RCBએ પણ બન્ને અભિનંદન પાઠવ્યા હતાં. આરસીબીએ લખ્યું છે કે, "તમે બંને નવું જીવન શરૂ કરી રહ્યા છો અને બન્ને અભિનંદન".
કપલના લગ્નના કાર્ડે સોશિયલ મીડિયામાં વેગ પકડયો: મેક્સવેલની પત્ની વિની મેલબોર્નમાં ફાર્માસિસ્ટ છે અને તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. બન્ને પાંચ વર્ષથી વધુ સમયથી રિલેશનશીરમાં હતા. આ બાદ ફેબ્રુઆરી 2020માં તેમની સગાઈ કરવામાં આવી હતી. તેમના લગ્નના સમાચારે થોડા દિવસો પહેલા બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે તમિલમાં છપાયેલા તેમના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયું હતું. આ સંજોગોમાં તેના લગ્ન પછી, મેક્સવેલ IPLની 15મી સિઝનમાં RCB તરફથી રમતા જોવા મળશે અને આ વખતે ટીમની કમાન વિરાટ કોહલીના નહીં પણ ફાફ ડુપ્લેસિસના હાથમાં હશે.