નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક પૂર્વ અધિકારીએ પોતાના પુસ્તકમાં BCCIના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (એસીયુ)ના ભૂતપૂર્વ વડા નીરજ કુમારે બીસીસીઆઈને ભીંસમાં મૂક્યું છે. નીરજ કુમારે પોતાના પુસ્તક 'A Cop in Cricket'માં BCCI પર ખુલાસો કરતા લખ્યું છે કે અહીં મેચ ફિક્સિંગ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર છે.
આ પણ વાંચોઃ Yuvraj Singh dance video : સિક્સર કિંગ યુવરાજ સિંહે ગોરિલાની જેમ ડાન્સ કર્યો, જુઓ વીડિયો
કાર્યકાળ દરમિયાન આવી ફરિયાદોઃ આ સિવાય બીસીસીઆઈના એસીયુના પ્રમુખ રહી ચૂકેલા નીરજ કુમારે એક મોટો ખુલાસો કર્યો હતો કે, ક્રિકેટમાં પણ યુવા મહિલા ક્રિકેટરો પાસે જાતિય શોષણ કરવાની માંગ કરવામાં આવે છે. તેમનો દાવો છે કે, તેમના કાર્યકાળ દરમિયાન આવી ઘણી ફરિયાદો આવી હતી. ત્રણ વર્ષ સુધી ACUના વડા રહેલા નીરજે જણાવ્યું હતું કે, જાતીય શોષણની ફરિયાદો પર કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
લાખો રૂપિયા લેવામાં આવ્યાઃ તેણે એ પણ જણાવ્યું કે, તેને યુવા ક્રિકેટરો અને માતા-પિતા તરફથી એવી ફરિયાદો મળી છે કે, આઈપીએલ અને રણજીમાં સ્થાન અપાવવાના નામે તેમની પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા છે. નીરજ, જેઓ 1 જૂન, 2015 થી 31 મે, 2018 સુધી ACUના વડા હતા, તેમણે કહ્યું કે તેમણે આ ફરિયાદો તત્કાલીન BCCI કમિટિ ઑફ એડમિનિસ્ટ્રેટર્સના અધ્યક્ષ વિનોદ રોયના ધ્યાન પર લાવી હતી.
આ પણ વાંચોઃ અખ્તર અને કુંબલેની ક્લબમાં હવે રવીન્દ્ર, સૌથી ઓછી ઓવરમાં 7 વિકેટ લેનાર બોલર
વિનોદ રાયને કરી ફરિયાદઃ નીરજ કુમારે પોતાના પુસ્તક 'A Cop in Cricket'માં આ ખુલાસા કરીને તોફાન મચાવ્યું છે. તેમણે કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓ તેમની વાતને ગંભીરતાથી લેતા નથી. તે સમયે રાહુલ જોહરી BCCIના CEO હતા. નીરજ કુમારે રાહુલ જોહરી સાથે જોડાયેલી બાબતોની ફરિયાદ વિનોદ રાયને કરી હતી. જોહરીના વિનોદ રોય સાથે સારા સંબંધો હતા જેના કારણે મામલો ફૂંકાયો હતો.