પુણે (મહારાષ્ટ્ર): આ વખતે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ખાસિયત એ છે કે, 27 વર્ષ પછી પુણેમાં મેચો યોજાશે. શહેરના મધ્યમાં આવેલા પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 1996ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ અને કેન્યાની મેચનું આયોજન થયુ હતું. ભારતે 2011માં વર્લ્ડ કપની સહ યજમાની કરી હતી પરંતુ પુણેએ તે સમયે કોઈ મેચની યજમાની કરી ન હતી. ગહુંજેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમ આ વર્ષના વર્લ્ડ કપની પાંચ મેચોની યજમાની કરશે. 19મી ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રોહિત પવારે મેચોની તૈયારીઓ વિશે વાત કરી.
દર્શકોને કઈ કઈ સુવિધા મળશે: રોહિત પવારે ઈટીવી ભારતને જણાવ્યું કે, પાંચ મેચોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પવારે કહ્યું, "આ મેચો દિવસ દરમિયાન શરૂ થશે, તેથી બેઠક અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શૌચાલય અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે." રોહિત પવારના કહેવા પ્રમાણે, દર્શકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે MCAએ પૂરતી વ્યવસ્થા કરી છે. રોહિત પવારે કહ્યું કે, તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
અન્ય રાજ્ય કરતાં મહારાષ્ટ્રમાં વધુ મેચો: રોહિત પવારે કહ્યું કે દેશના અન્ય રાજ્ય કરતાં મહારાષ્ટ્રમાં વધુ મેચો થશે. મહારાષ્ટ્રમાં કુલ 10 લીગ મેચો રમાશે. તેમાંથી પાંચ પુણેમાં યોજાઈ રહ્યા છે, બાકીના પાંચ મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. NCP સુપ્રીમો શરદ પવારના પૌત્ર રોહિત પવારે જણાવ્યું હતું કે, "એસોસિએશન માટે તે ખૂબ જ ગર્વની વાત છે. ICC સાથેનું ફોલો-અપ ખૂબ સારું હતું અને તેઓએ અમને સન્માનિત કર્યા અને અમને 5 મેચો આપી."
આવનારા સમયમાં MCAની તૈયારી: રોહિત પવારે કહ્યું કે, છેલ્લા આઠ મહિનામાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને યુવા પુરૂષ અને મહિલા ખેલાડીઓ માટે મહત્તમ તકો પૂરી પાડી છે. "આ યુવા ખેલાડીઓની મેચો પણ લંબાવવામાં આવી છે. હવે આ શરૂઆત છે અને આવનારા સમયમાં આપણે (ઘણા) મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ IPLમાં રમતા જોશું અને મહારાષ્ટ્રના ખેલાડીઓ પણ રાષ્ટ્રીય ટીમમાં રમશે."
રોહિત પવારની ઈચ્છા: રોહિત પવારે કહ્યું કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેનો વર્તમાન ફેવરિટ ખેલાડી છે. તેણે છેલ્લે કહ્યું, "ધોની મારો ફેવરિટ ખેલાડી પણ છે, પરંતુ આ વર્ષે તે વર્લ્ડ કપ નથી રમી રહ્યો. હું ઈચ્છું છું કે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતે."
આ પણ વાંચો: