આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. વિશ્વકપમાં ભારતની આ પ્રથમ મેચ હોવાથી સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. છેલ્લી 5 મહત્વની ટૂર્નામેન્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકામાં સતત પછાડયુ છે. જેથી ભારત હાલમાં આફ્રિકા સામે ફોર્મમાં છે.
જો કે, ભૂતકાળમાં વર્લ્ડ કપની કુલ 4 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 વાર હરાવ્યુ છે. વિશ્વકપમાં ભારતનું દક્ષિણ આફ્રિકા સામે પ્રદર્શન નબળુ રહ્યું છે. ત્યારે ભારત આ ટ્રેન્ડને તોડી દક્ષિણ આફ્રિકાને હરાવે છે કે પછી પહેલી મેચમાં આફ્રિકાને ધૂળ ચટાડી વિશ્વકપમાં જીત સાથે શાનદાર શરુઆત કરે છે તે જોવું રહ્યુ.