ETV Bharat / sports

IND vs NZ test match : ઇશાંત, રહાણે, જાડેજા, કાનપુરની બીજી ટેસ્ટમાંથી બહાર - ટેસ્ટ મેચ ભારત ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડ સામે શુક્રવારે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના(IND vs NZ test match) પહેલા દિવસે ભારતને મોટો આંચકો લાગ્યો છે BCCIની મેડિકલ ટીમે ત્રણ ભારતીય ખેલાડીને આરામ કરવાનું કહ્યું છે. બુધવાર અને ગુરુવારે વરસાદના કારણે ભીના મેદાનની સ્થિતિને કારણે મેચ(ind vs nz 2nd test 2021) શરૂ થવામાં વિલંબ થયો હોવાથી, BCCIએ અહેવાલ આપ્યો કે આ ત્રણ ભારતીય ખેલાડીઓ કાનપુરની બીજી ટેસ્ટ મેચમાં(ind vs nz test match kanpur) નહીં રમે.

IND vs NZ  test match : ઇશાંત, રહાણે, જાડેજા, કાનપુરની બીજી ટેસ્ટમાંથી બહાર

author img

By

Published : Dec 3, 2021, 2:02 PM IST

  • BCCIની મેડિકલ ટીમે મોટો આંચકો આપ્યો,
  • બીજી ટેસ્ટ મેચમાં ત્રણ ભારતીય ખેલાડીઓ નહિ રમે
  • ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પણ બીજી ટેસ્ટ મેચ નહિ રમે

મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે શુક્રવારે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના(IND vs NZ test match) પહેલા દિવસે ભારતને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ ઝડપી બોલર ઈશાંત શર્મા, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બીજી ટેસ્ટમાં(ind vs nz 2nd test) રમી શકશે નહીં. ત્રણેય ખેલાડીઓને BCCIની મેડિકલ ટીમે(bcci medical team) આરામ કરવા માટે કહ્યું છે. BCCIએ અહેવાલ પ્રમાણે ત્રણ વરિષ્ઠ ભારતીય ખેલાડીઓ મેચમાં નહીં રમે.

BCCI સેક્રેટરી જય શાહેનું નિવેદન...

BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, ઇશાંત શર્મા ડાબી બાજુની નાની આંગળીમાં ઇજા સાથે બહાર છે, જાડેજાને જમણા હાથમાં ઇજા છે, જ્યારે રહાણેને ડાબી બાજુમાં થોડો તાણ છે. કાનપુરમાં પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે ત્રણેયને ઈજા થઈ હતી. આ ઉપરાંત તમામ ખેલાડીઓ BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

ટોમ લાથમ ટીમની કમાન સંભાળશે

આમ ટીમમાં ત્રણેયની ગેરહાજરીને કારણે મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી છે. બીજી તરફ જાડેજાની જગ્યાએ જયંત યાદવ રમશે. તો આ તરફ, ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ડાબી કોણીની સમસ્યા ફરી ઉભી થવાને કારણે શુક્રવારથી ભારત સામે શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટમાં ભાગ લેશે નહીં. તેના સ્થાને ટોમ લાથમ ટીમની(ind vs nz 2nd test 2021) કમાન સંભાળશે. આ ઈજા છેલ્લા એક વર્ષથી વિલિયમસનને પરેશાન કરી રહી છે.

ટેસ્ટ મેચમાં અમારે વધુ બેટિંગ કરવી પડશેઃ કોચ ગેરી

કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે કાનપુર ટેસ્ટ(ind vs nz test match kanpur) દરમિયાન ઈજા ફરી ઉભી થઈ હતી અને તે હજી ઠીક થઈ નથી. આ કારણે તેને બહાર રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આવી વારંવાર થતી ઈજાનો સામનો કરવો કેન માટે સરળ નથી. અમે આખા વર્ષ દરમિયાન અને T20 વર્લ્ડ કપમાં પણ તેનો બચાવ કરવામાં સફળ રહ્યા છીએ. પરંતુ હવે ટેસ્ટ ક્રિકેટમાં(test cricket ind vs nz) અમારે વધુ બેટિંગ કરવી પડશે અને ઈજા ફરી દેખાય છે."

આ પણ વાંચોઃ ચોથી ટેસ્ટ મેચમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો વિરાટનો ફેન

આ પણ વાંચોઃ India vs New Zealand Test Match:બીજી ટેસ્ટ પહેલા હવામાન અને ટીમનું કોમ્બિનેશન ભારતીય ટીમની મુશ્કેલી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.