ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે વર્લ્ડ કપ-2019ની તૈયારીઓ ખોટી રીતે કરી છે. તેમણે કહ્યું કે, ટીમનો નબળો મધ્યમ ક્રમ ટિમની નિષ્ફળતાનું કારણ છે. ઈગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
યુવરાજે એક કાર્યક્રમમાં કહ્યું કે, ટિમમાં માધ્યમ ક્રમ માટે કોઈ નક્કર વ્યૂહરચના નથી. યુવરાજે ઋષભ પંત અને વિજ્ય શંકર જેવા યુવા ખેલાડીઓને મધ્ય ક્રમમાં પસંદગીને લઈ વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા છે.
યુવરાજે કહ્યું કે, મને નથી લાગતું કે, અંબાતી રાયડૂની સાથે જે થયું તેનાથી હું ખૂબ નિરાશ હતો. તે એક વર્ષથી વધુ 4-નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. તેમને અંતિમ મેચમાં તે 90 રન ફટકાર્યા અને મેન ઓફ ધ મેચની પસંદગી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, જ્યારે અમે 2003માં વર્લ્ડ કપ માટે જઈ રહ્યા હતા. ત્યારે જે ટિમે સમગ્ર જગ્યા પર રમી તે અમારો શાનદાર અનુભવ છે. હું અને મોહમ્મદ કૈફ 35-40 મેચ રમ્યા હતા, ટોપ ઓર્ડરમાં સારો દેખાવ છે અને મધ્યક્રમ પાસે પણ સારો અનુભવ હતો.