વિરાટ કોહલીએ CAAના મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, મને આ અંગે સંપૂર્ણ જાણકારી નથી. તેમણે એમ પણ કહ્યું કે, તે આ પ્રકારના સંવેદનશીલ મુદ્દામાં સંપૂર્ણ જાણકારી વિના કોઈ પ્રકારની ટિપ્પણી નહીં કરે.
સમગ્ર દેશમાં CAAને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ગુવાહાટીમાં પણ આ અંગે વિરોધની હવા મજબુત હતી. આ તમામ વિરોધ પ્રદર્શન દરમિયાન રવિવારે અહીંયા ભારત અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાડવામાં આવશે.
વિરાટે પ્રથમ T-20ની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, આ મુદ્દા અંગે હું કોઈ પણ પ્રકારે ગેર-જવાબદાર બનીને કાંઈ કહેવા માગતો નથી, જેને લઇને અલગ-અલગ વિચાર છે. મારે સંપૂર્ણ માહિતી લેવાની જરૂર છે, તેનો અર્થ શું છે, તે જાણવું જરૂરી છે. ત્યારબાદ જવાબદારીથી મારા વિચાર રજૂ કરીશ.
તેમણે કહ્યું કે, હવે તમે કાંઈ કહો છો, તો ફરી બીજો વ્યક્તિ કાંઈ બીજૂં કહે છે. માટે હું કોઈ પણ એવા મુદ્દામાં ફસાવા માગતો નથી જે અંગે મારી પાસે સંપૂર્ણ માહિતીનો અભાવ હોય.
ગત મહિને CAAને લઇને આસામમાં થયેલા વિરોધ પ્રદર્શનને જોઈને ગુવાહાટીમાં થનારા મૅચમાં પણ સંકટના વાદળ ઘેરાયેલા છે, પરંતુ આયોજકોએ આ મૅચના આયોજનને લઇને કોઈ પ્રકારના નુકસાનીના સમાચારને ફગાવ્યા છે.
કોહલી પણ આ શહેરમાં સુરક્ષાની વ્યવસ્થાને લઇને ખુશ જોવા મળ્યા અને તેમણે કહ્યું કે, ગુવાહાટી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું કે, અમને રસ્તાઓમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જોવા મળી નથી.
આસામ ક્રિકેટ સંઘ(ACA)એ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું કે, બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં મોબાઈલ, પર્સ લઇ જવાની પરવાનગી છે. આ ઉપરાંત બેનર અને પોસ્ટર્સ લઇ જવા માટે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.