જી હા, વિશ્વ કપની ફાઈનલ મેચ રોંમાચથી ભરપૂર રહી હતી. અંતિમ સમય સુધી પ્રેક્ષકો અને ક્રિકેટપ્રેમીઓના જીવ તાળવે ચોંટી રહ્યાં હતા. કારણ કે ફાઈનલ મેચની અંતિમ ઓવરના અંતિમ બોલે ઈંગ્લેન્ડની ટીમને 2 રનની જરૂર હતી. ત્યારે અંતિમ બોલે એક રન લીધા બાદ બીજો રન લેવા ગયેલા ઈંન્ગલેન્ડના માર્ક વુડ રન આઉટ થયા હતા, જેના કારણે ફાઈનલ મેચ ડ્રો થઈ હતી.
હવે અહીં સુપર ઓવર એ આગામી વિશ્વ કપ વિજેતાનો નિર્ણય કરવાનો હતો, ત્યારે તેમાં ઈંગ્લેન્ડે બોલિંગની પસંદગી કરી. બાદમાં સુપર ઓવર રમતા ન્યુઝીલેન્ડની ટીમે 15 રન કર્યા હતા, જેથી ઈંગ્લેન્ડની ટીમે જીતવા માટે 6 બોલમાં 16 રન કરવાના બાકી હતા. તેવા સમયે સુપર ઓવરમાં પણ મેચ જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયુ, જ્યાં અંતિમ બોલમાં ન્યુઝીલેન્ડે બે રન બનાવવાના હતા. મેચનો રોંમાચ આટલે ન અટકતા અંતિમ બોલમાં એક રન થયો અને બીજો રન લેવા ગયેલા ખેલાડી રનઆઉટનો ભોગ બન્યા હતા. જેથી સુપર ઓવર પણ ટાઈ ગઈ હતી. આ અંતિમ બોલ દરમિયાન કરોડો લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો, પરંતુ અહીં પણ ટાઈની સ્થિતિ સર્જાતા વિશ્વ કપ કોણ જીત્યુ તે પ્રશ્ન ઉભો થયો હતો, તેવામાં મેદાન પર ઈંગ્લેન્ડની ટીમે જીતની ઉજવણી શરૂ કરી દીધી હતી.
ICCના નિયમો મુજબ ઈંગ્લેન્ડની ટીમ વિજેતા જાહેર થઈ હતી. નિયમ એમ છે કે સુપર ઓવર ટાઈ જાય તો જે ટીમે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારી હોય તે ટીમ વિજેતા બને. ઈંગ્લેન્ડે ચાર ચોક્કા વધુ ફટકાર્યા હોવાને કારમે તેને ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. એટલે જ ઈંગ્લેન્ડે પ્રથમવાર વિશ્વ કપ પર કબ્જો મેળવ્યો હતો. જ્યારે અંતિમ સમય સુધી મેચને નિર્ણાયક ન બનવા દેનાર ન્યુઝીલેન્ડની ટીમ માટે પ્રથમવાર વિશ્વકપ જીતવાની આશ પર પાણી ફરી વળ્યું હતુ.
આ હતી જીતની ક્ષણ..જુઓ વીડિયો...
ન્યૂઝીલેંન્ડ બીજી વાર વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે યજમાન ઇંગ્લેન્ડ ચોથી વાર ફાઇનલમાં પહોંચીને પ્રથમવાર વિજેતા બની છે. છેલ્લા વર્લ્ડકપમાં જ ન્યૂઝીલેંન્ડ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં પરાજય મળ્યો હતો અને આ વખતે ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને પરાસ્ત કર્યુ છે.
- બી. સ્ટોક્સ બન્યા મેન ઓફ ધ મેચ
ઈંન્ગલેન્ડની ટીમના બેન સ્ટોક્સ મેન ઓફ ધ મેચ બન્યા હતા, વિશ્વ કપની ફાઈનલ મેચમાં બેન સ્ટોકે 98 બોલમાં 84 રન નાબાદ ફટકાર્યા હતા, જ્યારે ઈંનિંગમાં 5 ચોક્કા અને 2 છક્કા માર્યા હતા. ઉપરાંત બોલિંગ કરતા ત્રણ ઓવરમાં ફક્ત 20 રન આપ્યા હતા. તેમના ઓલરાઉન્ડર દેખાવને કારણે તેઓ ફાઈનલમાં મેન ઓફ ધ મેચ બન્યા છે.
- કેન વિલિયમ્સ બન્યા મેન ઓફ ધ સિરિઝ
2019ના આ વિશ્વ કપમાં કેન વિલિયમ્સ મેન ઓફ ધ સિરિઝ બન્યા છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સે સમગ્ર વિશ્વ કપ દરમિયાન પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. સૌથી વધુ 578 રન તેમણે આખી સિરિઝ દરમિયાન ફટકાર્યા છે. જેથી તેમને મેન ઓફ ઝ સિરિઝ જાહેર કરાયા છે.