જેસન હોલ્ડરની કેપ્ટનશિપમાં ટીમે વર્લ્ડ કપની દમદાર શરૂઆત કરી હતી. પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવી હતી. પણ તે બાદથી ટીમને ઑસ્ટ્રેલિયા, ઇન્ગ્લેંડ અને બાંગ્લાદેશ વિરૂદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી.
તો તમામ ટીમોમાં વેસ્ટઇન્ડિઝ માત્ર 3 અંકો સાથે સાતમાં સ્થાન કાયમ છે. ન્યુઝિલેન્ડ વિરૂદ્ધ હારીને સેમીફાઇનલમાં પહોંચવાના વેસ્ટઇન્ડિઝના સપનાને લગભગ તોડી નાખશે.
બાંગ્લાદેશ વિરૂદ્ધ છેલ્લી મેચમાં વેસ્ટઇન્ડિઝે 321નો ટાર્ગેટ આપ્યો હતો. પણ મેચમાં જીતી શકી નહી. બાંગ્લાદેશે માત્ર 41.3 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી.
ક્રિસ ગેલ અત્યાર સુધી શાંત રહ્યાં છે. અને ઑલરાઇન્ડર આદ્રે રસેલનું પ્રદર્શન પણ ઘણું નિરાશાજનક રહ્યું છે. ઇવિન લુઇસ, શિમરોન હેટમાયેર અને હોલ્ડરે રન બનાવ્યા છે. પણ મુખ્ય રીતે ટીમની બોલિંગ ચીંતાનો વિષય છે.
તો બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમ આમ તો સારૂ પરફોરમન્સ આપી રહી છે. તેણે અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી. તો 9 આંકડાઓ સાથે બીજા સ્થાન પર છે.
તો કેન વિલિયમ્સનની કેપ્ટનશિપમાં ન્યૂઝિલેન્ડે શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાને પણ પરાજીત કરી હતી. પણ ભારતની સામે મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઇ હતી.