મેલબર્ન: ભારતીય મહિલા ટીમે ICC T-20 વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અને હવે તે યજમાન ઓસ્ટ્રેલિયા સામે ખિતાબી જંગ જીતવા માટે મેદાને ઉતરશે. 21 ફેબ્રુઆરીએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થયો હતો. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રને હાર આપી હતી.
જે ડર ઓસ્ટ્રેલિયાની ટીમને સતત લાગી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર મેગન સ્કટે કહ્યું કે, તે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની બોલિંગથી ડરી રહી છે.મેગને તેમના નિવેદનમાં કહ્યું હતું કે, "મને ભારત સામે રમવાથી નફરત છે.તેમની સામે રમવું મારા માટે મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે, અમે આ બંને ખેલાડીઓ વિરુદ્ધ કેટલીક યોજનાઓ બનાવશું . મેગને ફાઈનલ મેચને લઈ કહ્યું કે, અમે ફાઈનલમાં છીએ અમારી સામે ભારત જેવી મજબુત ટીમ છે જે અમારા માટે મોટી ચેલેન્જ છે. ભારત એક મજબુત ટીમ છે.
આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મહિલા T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 8 માર્ચ એમસીજીમાં રમાશે.