નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સમયનો શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો છે, જ્યારે DRSની વાત આવે છે, ત્યારે કોહલીનું નસીબ ઘણી વખત દગો કરી જાય છે. ક્રિકેટ મેચ દરમિયાન કોહલી ઘણીવાર DRS લેતા જોવા મળ્યો છે કે, જેમાં તે વિચાર્યા વિના અથવા તો ઉતાવળ કરી વિર્ણય લે છે. આ જ કારણ છે કે ડીઆરએસના કિસ્સામાં કોહલી ઘણી વખત ટીકાને પાત્ર પણ થયો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કોહલીના આ અભાવનો લાભ લઇને ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં કોહલી ડીઆરએસ લેતા જોવા મળે છે. જાડેજાએ કેપ્શનમાં લખ્યું છે કે, "જુઓ ભાઈ, મેં DRS લેવાનું કહ્યું નથી." કોહલીએ જાડેજાએ શેર કરેલા ફોટા પર રમૂજી જવાબ પોસ્ટ કર્યો હતો. કોહલીએ જવાબમાં લખ્યું કે, "તને દરેક વખતે આઉટ લાગે છે. રિવ્યુ લીધા બાદ બધા ટાઉટ્સ ખતમ થાય છે. કોહલીના જવાબ પછી જાડેજાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.
નોંધનીય છે કે, ડીઆરએસ લેવાની બાબતમાં કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, નવેમ્બર 2017થી ઓક્ટોબર 2019 વચ્ચે કોહલીને કેપ્ટન તરીકે સતત નવ વાર ડીઆરએસમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. કોહલી એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે, જેમની પાસે ડીઆરએસ લેવામાં ખૂબ નબળો રેકોર્ડ છે. 28 સપ્ટેમ્બર 2017થી કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં ડીઆરએસ લેવાની સફળતાની ટકાવારી માત્ર 8.3 છે.