ભારતીય વન ડે ટીમમાં કેટલાક બદલાવ આવ્યા છે. જેમાં ચહર બ્રધર્શ, વોશિંગ્ટન સુંદર મેચમાં નહીં રમે જ્યારે, ભારતની સ્પીન જોડી કુલદીપ યાદવ અને યુજવેંન્દ્ર ચહલ ફરી ટીમમા પરત ફરશે. ક્રૃણાલ પંડ્યાના સ્થાને કેદાર જાધવને સ્થાન મળ્યું છે.
આ સીરીઝમાં જો જોવામાં આવે તો હાર્દીક પંડ્યા અને મહેંન્દ્ર ધોની મેચમાં નહી રમે તેવામાં ભારતીય ટીમે મધ્યમ ક્રમમાં અય્યર, પાંડે અને જાધવ પર મદાર રાખવો પડશે. બોલરોની જો વાત કરવામાં આવે તો ચહલ અને કુલદીપમાંથી કોણ મેચ રમશે જેને લઇને કેપ્ટન કોહલી પણ અવઢવમાં મુકાઇ તો તેમા કોઇ શંકાને સ્થાન નથી. રવીન્દ્ર જાડેજાનું ટીમમાં હોવુ નક્કી લાગી રહ્યું છે. જ્યારે ફાસ્ટ બોલરોમાં કેપ્ટન ભુવનેશ્વર, સૈની અને શમી પર દાવ અજમાવી શકે છે.
વિન્ડીઝ ટીમમાં પણ કેટલાક બદલાવ છે. જેમાંથી કીરોન પોલાર્ડનો ટીમમાં સમાવેશ કર્યો નથી. પરંતુ, ક્રિસ ગેલ, કેમાર રોચ અને શાઇ હોપનો ટીમમાં સમાવેશ થયો છે. આ ઉપરાંત બોલરોમાં શિમરોન હેટમેયર, ઇવિન લુઇસ પર મદાર રાખી શકે છે.
ભારતની સંભવીત પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કે એલ રાહુલ, રુષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, રવીંન્દ્ર જાડેજા, યુજવેંન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, નવદીપ સૈની