ETV Bharat / sports

2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ફિક્સ હોવાનો આરોપ, શ્રીલંકાના ભૂતપુર્વ કેપ્ટન કુમાર સંગકારાનું લેવાયું નિવદેન - પૂર્વ ખેલ પ્રધાન મહિંદાનંદા અલુથગામગે

ભૂતપુર્વ રમત ગમત પ્રધાન મહિંદાનંદા અલુથગામગેએ આરોપ લગાવ્યો હતો કે 2 એપ્રિલ 2011ના રોજ રમાયેલો ફાઇનલ ફિક્સ મેચ હતી. હાલમાં તેને લઇને કોઇ પુરાવો આપ્યો નથી, પરંતુ આ નિવેદનના પગલે શ્રીલંકાના ખેલ મંત્રાલયે તપાસ શરૂ કરી છે.

ભૂતપુર્વ ખેલ પ્રધાનના આરોપને લઇ ટીમના પૂર્વ કેપ્ટનનું નોંધ્યું 10 કલાકનું નિવેદન

author img

By

Published : Jul 3, 2020, 1:07 PM IST

કોંલંબો : શ્રીલંકાના ભૂતપુર્વ કેપ્ટન કુમાર સંગકારાએ ગુરૂવારે તપાસ સમિતિને 10 કલાક સુધી નિવેદન આપ્યું હતું. જે દેશના પૂર્વ ખેલ પ્રધાનના આ આરોપની તપાસ કરી રહ્યાં છે કે ભારત વિરૂદ્ધ ટીમનો 2011ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ કેટલાક પક્ષોએ ફિક્સ કરી હતી.

પૂર્વ ખેલ પ્રધાન મહિંદાનંદા અલુથગામગેએ આરોપ લગાવ્યો છે કે 2 એપ્રિલ 2011ના રોજ રમાયેલી ફાઇનલ મેચ ફિક્સ હતી. તેને અત્યાર સુધીમાં કોઇ પુરાવો આપ્યો નથી, પરંતુ આ નિવેદનના પગલે ખેલ મંત્રાલયે તપાસ શરૂ કરી છે.

આ મામલે વર્લ્ડકપ 2011 ફાઇનલમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરનારા સંગાકારાનું 10 કલાક સુધી નિવેદન નોંધ્યું હતું, પરંતુ સંગકારાએ શું નિવેદન આપ્યું છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.

મહત્વનું છે કે સંગકારા તે સમયે ટીમના કેપ્ટન હતાં. તપાસ સમિતિ શ્રીલંકાના બેટ્સમેન અરવિંદ ડિ સિલ્વા અને ઉપુલ થરંગાનું નિવેદન પણ લેશે. ડિસિલ્વા તે સમયે પસંદગી સમિતિના અધ્યક્ષ હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.