ETV Bharat / sports

BCCI 19 નવેમ્બરથી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન શરૂ કરી શકે છે - ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે 19 નવેમ્બરની સંભવિત તારીખથી ઘરેલુ સીઝન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગની વિવિધ ટીમો તરફથી રમતા ભારતીય ખેલાડી ક્વોરેન્ટાઇન સંબંધિત નિયમોને કારણે કેટલાક પ્રારંભિક રાઉન્ડ મેચોમાં રમી શકશે નહીં.

ghhhh
fgsh
author img

By

Published : Aug 10, 2020, 3:03 PM IST

નવી દિલ્હી: કોરોના વાઇરસ રોગચાળાને કારણે ઘરેલુ સિઝનમાં વિલંબ થવાનો અર્થ એ થયો કે ફક્ત મુશ્તાક અલી ટ્રોફી અને રણજી ટ્રોફી યોજાશે, જેમાં 38 ટીમો બંને ફોર્મેટમાં 245 મેચ રમશે. આ વર્ષે વિજય હઝારે ટ્રોફી, દીલીપ ટ્રોફી અથવા ચેલેન્જર ટ્રોફીનું આયોજન કરવામાં આવશે નહીં અને હાલમાં, ઇરાની કપ માટેની કોઈ યોજના નથી.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ એક અસ્થાયી સૂચિ છે જે તૈયાર કરવામાં આવી છે અને તેને અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને મંજૂરી માટે મોકલવામાં આવી છે. સરકારના નિયમો અનુસાર, તેઓને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે.

અધિકારીએ કહ્યું કે, આ મુદ્દો મુખ્યત્વે એવા ખેલાડીઓનો છે જેઓ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી અને ટીમ સાથે છે અને કેટલાક ક્રિકેટ રમવા માંગે છે. જો પ્લેયરની ટીમ પ્લે-ઓફ પહેલા જ આઉટ થઈ જાય છે, તો પણ તે 3 નવેમ્બર પહેલાં પાછા આવી શકશે નહીં અને 17 નવેમ્બર સુધી તેને ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

તેમણે કહ્યું, 'જે ટીમોએ પ્લે-ઓફમાં પ્રવેશ મેળવ્યો છે અને ફાઈનલમાં પ્રવેશ કરી શકે છે, તેઓને પહેલા કેટલાક રાઉન્ડમાંથી બહાર રહેવું પડશે,

પરંતુ આ એક ડ્રાફ્ટ પ્રસ્તાવ છે અને તે બદલાઈ શકે છે.' બીસીસીઆઈની આગામી આઈપીએલ માર્ચ તે એપ્રિલના અંતમાં અથવા શરૂઆતમાં ભારતમાં યોજાય તેવી સંભાવના છે અને આવી સ્થિતિમાં, રણજી ફાઇનલ અને આઈપીએલની શરૂઆતમાં ત્રણ અઠવાડિયાના વિરામની જરૂર પડે છે જેથી ખેલાડીઓ વ્યસ્ત ટૂર્નામેન્ટને માત આપી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.