ETV Bharat / sports

સચિનના નામે નવો ખિતાબ, જીત્યો 'લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ'

સચિન તેંડુલકરના નામે વધુ એક ઉપલબ્ધિ ઉમેરાઈ છે, જેને 'ક્રિકેટનો ભગવાન' કહેવામાં આવે છે. તેણે લોરિયસ 20 સ્પોર્ટિંગ મોમેન્ટ 2000-2020 એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ જીત્યા બાદ સચિન સ્ટેજ પર આવ્યો હતો. તેણે એવોર્ડ જીતવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ બતાવે છે કે રમતો કેટલી શક્તિશાળી છે.

author img

By

Published : Feb 18, 2020, 8:35 AM IST

Laureus Sporting Moment Award
સચિનના નામે વધું એક ખિતાબ

બર્લિન: સચિન તેંડુલકરના નામે વધુ એક ઉપલબ્ધિ ઉમેરાઈ છે, જેને 'ક્રિકેટનો ભગવાન' કહેવામાં આવે છે. તેણે લોરિયસ 20 સ્પોર્ટિંગ મોમેન્ટ 2000-2020 એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ જીત્યા બાદ સચિન સ્ટેજ પર આવ્યો હતો. તેણે એવોર્ડ જીતવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ બતાવે છે કે રમતો કેટલી શક્તિશાળી છે.

Laureus Sporting Moment Award
સ્ટીવ વો સચિન તેંડુલકરને એવોર્ડ આપી રહ્યા છે

જર્મનીની રાજધાની બર્લિનમાં આયોજિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ કાર્યક્રમમાં સચિન તેંડુલકરના નામની ઘોષણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે સચિન તેંડુલકરને શ્રેષ્ઠ સ્પોર્ટિંગ મોમેન્ટ કેટેગરીમાં નામ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, સચિન તેંડુલકરનો '2010 વર્લ્ડકપ વિનિંગ મોમેન્ટ' આ એવોર્ડ માટે સોર્ટ લિસ્ટ કરાયો હતો. સચિન સહિત ઘણા દાવેદારો 2000થી 2020 સુધીની શ્રેષ્ઠ લોરિયસ રમતોની રેસમાં સામેલ થયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતે 28 વર્ષ પછી 2011માં બીજો વર્લ્ડકપ જીત્યો હતો, આ વર્લ્ડકપની સૌથી ખાસ વાત એ હતી કે સચિન તેંડુલકર છઠ્ઠી વખત વર્લ્ડકપમાં રમી રહ્યો હતો, પરંતુ તેનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન અધૂરું હતું, પરંતુ સચિન સહિતની આખી ભારતીય ટીમે આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને બીજો વર્લ્ડકપ જીત્યો હતો.

જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે સચિન તેંડુલકરના છેલ્લા વર્લ્ડકપમાં વર્લ્ડકપ જીત્યો હતો, ત્યારબાદ તમામ ક્રિકેટ ખેલાડીઓની સાથે સચિન તેંડુલકર પણ પોતાની આંખોના આંસુ રોકી શક્યા નહોતો. આ એવોર્ડ જીત્યા બાદ સચિન સ્ટેજ પર આવ્યો હતો. તેમણે એવોર્ડ જીતવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ બતાવે છે કે રમત કેટલી શક્તિશાળી હોય છે અને લોકોના જીવનને કેવી અસર કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.