ન્યૂઝ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીના નજીક રહેલા સુરેશ રૈનાએ ધોનની નિવૃતિ બાદ પોતે પણ નિવૃતિની ઘોષણા કરી હતી.
સુરેશ રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને કહ્યું કે, ‘તમારી સાથે રમવાનું મને ખૂબ ગમ્યું મહેન્દ્ર સિંહ ધોની. પુરા ગર્વ સાથે હું તમારી આ યાત્રામાં સામેલ થઇ રહ્યો છું. ધન્યવાદ ભારત. જય હિન્દ.’
ધુઆંધાર બેટ્સમેન સુરેશ રૈના પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 17 જુલાઈ 2018ના રોજ રમ્યો હતો, જે બાદ સુરેશ રૈનાનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. માહી પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝિલેન્ડ સામે ઈગ્લેન્ડ ખાતે વર્ડકપ 2019ની સેમિફાઈનમાં રમ્યો હતો. જે બાદ આરામના બહાને તે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહ્યો હતો.