ETV Bharat / sports

સુનીલ ગાવસ્કરે મહિલા ટીમની કરી પ્રશંસા, કહ્યું- 'ટીમના પ્રદર્શન પર દેશને ગર્વ'

પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રશંસા કરી છે. ગાવસ્કરે દેશમાં મહિલા ક્રિકેટર્સ માટે IPL શરૂ કરવાની વાત કરી છે.

Sunil
સુનીલ
author img

By

Published : Mar 10, 2020, 11:20 AM IST

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે મહિલા T-20 વિશ્વકપની ફાઈનલમાં ભારતનો પરાજય થયા બાદ કહ્યું કે, વિશ્વકપમાં ટીમના પ્રદર્શન પર દેશને ગર્વ છે. ગાવસ્કરે મીડિયાને કહ્યું કે, ભારતની શરુઆત વિશ્વકપમાં શાનદાર રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી ટ્રોફી છેનવી લીધી, પરંતુ પરાજય કોઇ શરમની વાત નથી. કારણ કે ભારતે વિશ્વકપમાં સારુ પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમની પ્રશંસા કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, આ રમત છે, જેમાં કોઈની જીત તો કોઇની હાર થાય, પરંતુ ટૂર્નામેન્ટમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને લોકોના દિલ જીતી લીધા છે.

Sunil
સુનીલ ગાવસ્કર
Sunil Gavaskar
IPL
ગાવસ્કરે કહ્યું કે, દેશમાં મહિલા ક્રિકેટર્સની પ્રતિભા શોધવા માટે મહિલા IPL શરૂ કરવાની જરૂર છે. ગાવસ્કરે કહ્યું કે, હું BCCI અને સૌરવ ગાંગુલીએ કહેવા માગું છું કે, મહિલાઓ માટે IPl આયોજિત કરવામાં આવે. જેથી ટીમ અને દેશને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સહન મળશે. આપણી પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, જેમણે આપણેને વિશ્વકપમાં જોયા છે. તેમણે કહ્યું કે, ભલે 8 ટીમો ન હોય પરંતુ, મહિલા IPL ઘણી મહત્વની છે. જેથી મહિલા ખેલાડીને તક મળશે. આગામી વર્ષોમાં ભારત ઘણી ટ્રોફી જીતશે.
Sunil Gavaskar
BCCI અધ્યક્ષ ગાંગુલી

ગાવસ્કર કહ્યું કે, BCCI મહિલા ક્રિકેટ પર વિશેષ ધ્યાન આપે છે. જેથી મહિલા ક્રિકેટમાં સુધારો થયો છે. વિશ્વકપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી, ત્યારે ભારતે ત્રણ મેચની સીરિઝ ગુમાવી હતી. ગાવસ્કરે કહ્યું કે, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતનું ઉદાહરણ આપ્યું છે. જેમણે બિગ બેશ લીગ રમાવાનો ઘણો ફાયદો થયો છે. IPLથી ભારતીય પુરુષ ક્રિકેટર્સનો ઘણો ફાયદો થયો છે.

Sunil Gavaskar
ભારતની ફાઈનલમાં હાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.