હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને કેટલાક જવાબ આપ્યા હતાં. આ સમય દરમિયાન અનેક ચાહકોએ પ્રશ્નો પૂછ્યા હતાં, જેના જવાબ સ્મિથે ખૂબ જ સરળતાથી આપ્યા હતાં.
સ્મિથને રાજસ્થાન રોયલ્યના સાથી ખેલાડી સંજુ સેમસનને વિશે એક શબ્દમાં કહેવાનું કહ્યું તો સ્મિથે 'ચાચુ' કહ્યું હતું. સ્મિથે રાહુલ દ્રવિડ વિશે કહ્યું કે, દ્રવિડ સજ્જન અને મહાન ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાને શ્રેષ્ઠ ફિલ્ડર કહ્યો હતો. વળી એમએસ ધોનીને 'લિજેન્ડ અને શ્રી કૂલ' કહ્યું હતું. સ્મિથે કહ્યું કે, આઈપીએલ એક શ્રેષ્ઠ ટુર્નામેન્ટ છે.
એક ચાહકે સ્મિથને પૂછ્યું કે, ભારતીય ખેલાડીએ સૌથી વધુ પ્રભાવિત કયો?, તો સ્મિથે કેએલ રાહુલનું નામ લીધું હતું. રાહુલ ખૂબ સારો ખેલાડી છે. હવે તે ટીમમાં વિકેટકિપર-બેટ્સમેનની ભૂમિકા ભજવી રહ્યો છે, જેના કારણે રાહુલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એક નવા સ્તરે પહોંચી ગઈ છે.
સ્મિથે બાબર આઝમ વિશે કહ્યું કે, બાબર એક મહાન ખેલાડી છે, જ્યારે મેદાન પર આક્રમક વર્તનને કારણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને 'સનકી' કહ્યો હતો.