- ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ટી -20 મેચ રમાઇ હતી
- ભારતે 4 વિકેટ ખોઇને 20 ઓવરમાં 158 રન બનાવ્યા
- દક્ષિણ આફ્રિકાએ 159 રન બનાવ્યા
લખનઉ : ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે રવિવારે અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ઉકના સ્ટેડિયમ ખાતે ત્રણ ટી -20 મેચની શ્રેણીની બીજી મેચ રમાઇ હતી. ટોસ જીત્યા પછી દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 4 વિકેટ ખોઇને 20 ઓવરમાં 158 રન બનાવ્યા, જેમાં 47 રન સેફાલી વર્માને બનાવ્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ભારતની નબળી બોલિંગનો લાભ લીધો અને 159 રન બનાવ્યા હતા.
મેચનું પરિણામ રોમાંચક રાઉન્ડ સુધી પહોંચ્યું
દક્ષિણ આફ્રિકી બેટ્સમેન લૌરા વોલ્વર્ટે સારી બેટિંગ કરતા 53 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને છ વિકેટે હરાવ્યું હતું. જોકે, મેચનું પરિણામ રોમાંચક રાઉન્ડ સુધી પહોંચ્યું અને દક્ષિણ આફ્રિકાની ટીમે છેલ્લા બોલ પર 1 રન બનાવીને 159 રનનો લક્ષ્યાંક હાંસલ કરી દીધો હતો.
દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન બનાવ્યા
દક્ષિણ આફ્રિકાના ખેલાડી લીજન લીનને બીજી ટી -20 મેચમાં જીવનદાન મળ્યું હતું. જેના લીધે લીજનને 70 રનનો વ્યક્તિગત સ્કોર બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં લાવ્યો. કોઈ પણ ભારતીય બોલર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન સામે ઉભો રહી શક્યો ન હતો. લીજેને દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. અંતે 70 રન બનાવીને તે આઉટ થઈ ગઈ હતી. ત્યાં જ લૌરા વોલ્વર્ટે 53 રન બનાવ્યા અને કેપ્ટન સુને લૂઝે 20 રન બનાવ્યા હતા.
છેલ્લા બોલ પર 1 રન બનાવી દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી
મેચનો નિર્ણય 20મી ઓવરના છેલ્લા બોલ પર લેવામાં આવ્યો હતો. છેલ્લા બોલ પર જીતવા માટે 1 બોલમાં 1 રનની જરૂર હતી. દક્ષિણ આફ્રિકાની ખેલાડી લૌરાએ અંતિમ બોલમાં 1 રન બનાવીને મેચ સરળતાથી જીતી લીધી હતી. આ જીતની સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમે આ સીરીઝ પણ કબજે કરી લીધી છે. આ પહેલા પણ વન-ડે સીરીઝમાં પણ દક્ષિણ આફ્રિકાની ટીમે પણ 4-1થી કબજો કર્યો હતો.