પ્રાપ્ત વિગતો મુજબ, BCCIના અધ્યક્ષ બનતા જ ગાંગુલીએ કહ્યું હતું કે, તેઓ ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે દિગ્ગજોની સહાયતા જરુર લેશે.
![BCCI news, ક્રિકેટ ન્યૂઝ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4932993_sourav-ganguly-sachin-tendulkar_0111newsroom_1572619968_587.jpg)
મીડિયા સાથે વાત કરતા એક સુત્રએ જણાવ્યું કે, આ નવા રોલ માટે સચિનને મનાવવાની પ્રક્રિયા હાલ શરુઆતી સ્ટેજ પર ચાલી રહી છે. પરંતુ, ગાંગુલી ઈચ્છે છે કે, સચિન આગામી સ્ટાર ખેલાડીઓને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરે.
![BCCI news, ક્રિકેટ ન્યૂઝ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4932993_pant140219_0_0111newsroom_1572619968_273.jpg)
સૂત્રએ કહ્યું કે, "પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ, આ અંગે નિવેદન આપવું ખૂબ જ વહેલું થઈ જશે. જો બધી બાબતો યોજના પ્રમાણે ચાલશે તો તમે શુભમન ગિલ, રીષભ પંત અથવા પૃથ્વી શોને તમે આ દિગ્ગજો સાથે સમય ગાળતાં જોઈ શકશો, તેઓ ન માત્ર ક્રિકેટ સ્કિલ પરંતુ રમતની માનસિક બાજુ પર પણ ચર્ચા કરી શકે છે"
તેમણે કહ્યું કે, 'નવા ખેલાડીઓ સાથે પોતાના અનુભવને શેર કરવા માટે 24 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર વ્યકિતથી વિશેષ કોણ હોઈ શકે..? ભારતીય ક્રિકેટને ધ્યાને રાખવા માટે આ એક માસ્ટકસ્ટ્રોક હોય શકે છે'