3 નવેમ્બરથી ટી-20 સીરિઝ શરૂ થવાની છે. આ સિરિઝમાં ભારતીય ટીમની જાહેરાત 24 ઓક્ટોબરથી થશે. જેમાં યુવા ખેલાડીઓને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવવાની તક આપવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે બાગ્લાદેશ વિરૂદ્ધની મેચમાં ટીમ ઈન્ડિયાના સંજૂ સેમસનને તક આપવામાં આવશે. સંજૂ ધૂઆધાર બલ્લેબાજી માટે જાણીતો છે. જો તે આ મેચનો ભાગ બનશે તો સીરિઝમાંથી ઋષભ પંતનું પત્તુ કપાવવાની શક્યતા છે.
વિજય હજારેમાં બેવડી સદી ફટકારી ....
સેમસને હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં કેરળ તરફથી 129 બોલ સામે નાબાદ 212 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. બેટીંગ દરમિયાન 21 ચોક્કા,10 છગ્ગા ફટાકાર્યા હતાં. તેની સાથે જ તે બેવડી સદી ફટકારનાર ક્રિકેટરોની યાદીમાં 8મું સ્થાન મેેળવનાર ભારતીય બન્યો છે.
સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધની મેચમાં પંતે કર્યા નિરાશ
ઋષભ પંત આશરે એક વર્ષથી ભારતીય ટીમના દરેક ફોર્મેટનો સભ્ય રહ્યો છે. પરંતુ, તે ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં નિષ્ફળ રહ્યો છે. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં તેણે ફક્ત 23 જ રન બનાવ્યા હતાં. એવી અનેક તક મળી જેમાં તે વગર કામના શોટ લગાવી આઉટ થતો રહ્યો છે. જેના કારણે તેને ઘણા લોકોની નિંદાનો ભોગ બનવું પડ્યુ હતું. વેસ્ટઈન્ડિઝની વિરૂદ્ધની મેચમાં પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. બે મેચની ટેસ્ટ સીરીઝમાં તે ફક્ત 24 અને 27 રનની જ ઈનીંગ રમ્યો હતો.